રોહિત શર્મા શમીના ખરાબ પ્રદર્શનથી થયો ગુસ્સો, વીડિયો થયો વાયરલ

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ODI મેચ દરમિયાન રોહિત શર્મા ગુસ્સે થતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મોહમ્મદ શમીની બોલિંગ પર નિરાશા વ્યક્ત કરી હોય તેવું જોવા મળી રહ્યું છે.
રોહિતનો વીડિયો થયો વાયરલ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં આજે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. . ઇંગ્લેન્ડે સાતમી ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી દીધો હતો. આ સમયે રોહિત જામે શમીની બોલિંગથી નારાજ હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રોહિતનો પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યો હોય તેવું આ વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: આ 3 કારણોસર ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી મુશ્કેલ, આધારસ્તંભ ખેલાડીઓ જ બન્યા બોજ
બોલિંગમાં પહેલા જેવી શાર્પતા નથી
વર્ષ 2023માં મોહમ્મદ શમીને પગમાં ઈજા થઈ હતી. જેના કારણે 2024 માં કોઈ ક્રિકેટ મેચ રમવામાં સફળ રહ્યો ના હતો. ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરી હતી. જોકે ખાસ વાત તો એ છે કે તેની બોલિંગમાં પહેલા જેવી શાર્પતા જોવા મળી રહી નથી. પહેલી વનડેમાં જ્યારે શમીએ તેની ઓવર પુરી કરી ત્યારે તે થાકેલો જોવા મળી રહ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા માટે શમીનું ટીમમાં હોવું ખૂબ જરૂરી છે.