December 19, 2024

મેદાનની વચ્ચે રોહિત શર્માએ કર્યો ગુસ્સો, VIDEO વાયરલ

Rohit Sharma: રોહિત શર્મા હોય ત્યારે ટીમ ઈન્ડિયાને ઓછી સમસ્યાનો સામનો કરવો પડે છે. બહુ ઓછા દિવસો હોય છે જ્યાં રોહિતની હાજરીમાં ટીમ ઈન્ડિયાને સમસ્યાનો સામનો કરવો પડે. રોહિત ખેલોડીઓને ભાગ્યે જ ઠપકો આપતા જોવા મળે છે. આજનો દિવસ જાણી ટીમ ઈન્ડિયા માટે ખરાબ જ હોય તેવું જોવા મલી રહ્યું છે. બેંગલુરુમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. રોહિત શર્માએ ફિલ્ડિંગ માટે પોતાને ઠપકો આપ્યો હતો. આ જોઈને ટીમ ઈન્ડિયા ગભરાયેલી જોવા મળી હતી. આ બધું એવા સમયે થયું જ્યારે ટીમ ઈન્ડિયાના આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી મેદાનમાં જોરદાર પ્રદર્શન કરી રહી હતી.

ટીમ ઈન્ડિયાની બેટિંગ વિખેરાઈ ગઈ
ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયા માત્ર 46 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રોહિતે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ માંગી હતી. આ નિર્ણય આગળ જઈને ખૂબ જ ખોટો સાબિત થયો હતો. રોહિત કે વિરાટ કોઈ પણ ખેલાડીઓ ખાસ પ્રદર્શન કરી શક્યા ના હતા. એક પછી એક આખી ટીમ ઈન્ડિયા પત્તાના પોટલાની જેમ અલગ પડી ગઈ હતી.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

સાંભળી શકાયું નહીં
ટીમ ઈન્ડિયાના 46 રનના સ્કોરના જવાબમાં જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લાથમ અને ડવાન કોનવે મેદાન પર આવ્યા ત્યારે તેમનું પ્રદર્શન જોરદાર રીતે શરૂ કર્યું હતું. બંને મળીને રન બનાવવા લાગ્યા હતા. રોહિતે જે કહ્યું તે સાંભળી શકાયું નહીં કારણ કે મેદાનમાં ખૂબ જ અવાજ હતો. આ પહેલીવાર નથી, જ્યારે પણ ટીમ ઈન્ડિયા સંકટનો સામનો કરે છે. ભારતીય ટીમ તેના બીજા દાવમાં કંઈક શીખીને મેદાનમાં ઉતરશે.