October 18, 2024

રોહિત શર્માએ પહેલીવાર બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

IND vs NZ: બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડની ટીમે 402 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્રએ 134 રન તો જ્યારે ડેવોન કોનવેએ 91 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન રોહિત શર્માએ પહેલીવાર શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

રોહિતે દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધો
રોહિત શર્માએ 12 મેચની 22 ઇનિંગ્સમાં 796 રન બનાવ્યા હતા. કેન વિલિયમસનના નામે 8 મેચની 16 ઇનિંગ્સમાં 757 રન બનાવ્યા હતા. કિવી બેટ્સમેન કરતા 15 રન પાછળ હતો પરંતુ પ્રથમ દાવમાં 2 રન અને પછી બીજી ઈનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ ભારતીય કેપ્ટન આગળ નીકળી ગયો હતો. કેન વિલિયમસનના નામે 8 મેચની 16 ઇનિંગ્સમાં 757 રન છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રોહિતનું નામ 11માં સ્થાન પર આવે છે. આવનારી મેચમાં તે 1000 રનનો આંકડો સ્પર્શવાની તક હશે.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

રોહિતના નામે અનોખો રેકોર્ડ
રોહિત શર્મા બીજા દાવ સમયે એજાઝ પટેલનો શિકાર બની ગયો હતો. રોહિત પ્રથમ દાવમાં પણ બોલ્ડ થયો હતો. આ રીતે ભારતીય કેપ્ટને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં, ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત રોહિત ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં બોલ્ડ આઉટ થયો છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાનો પહેલો દિવસ અને બીજો દિવસ સારો રહ્યો ના હતો. પહેલા દિવસે વરસાદના કારણે મેચ કેન્સલ કરવામાં આવી હતી.