January 22, 2025

T20 World Cup 2024: આજની મેચમાં રોહિત તોડી શકે છે કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ

Rohit Sharma: રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 7 મેચમાં 155.97ની સ્ટ્રાઈક રેટથી 248 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે 140ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 56 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાની સાથે રોહિત શર્માનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળ્યું હતું. . રોહિત શર્મા કેપ્ટન તરીકે પ્રથમ આઈસીસી ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.આજના દિવસે રોહિત કોહલીનો રેકોર્ડ તોડી નાંખશે.

ફાઇનલમાં પહોંચ્યું
ભારત આ પહેલા WTC અને ODI વર્લ્ડની ફાઈનલ રમી ચૂક્યું છે. ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ભારત 2007 અને 2014માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અગાઉ ટી20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આજના દિવસે રોહિત કોહલીનો રેકોર્ડ તોડી નાંખશે.

આ પણ વાંચો: SA vs IND LIVE Streaming: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચ મફતમાં કેવી રીતે જોવી?

કોહલીનો આ મોટો રેકોર્ડ!
આ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ અત્યાર સુધી 7 મેચમાં 248 રન બનાવ્યા છે તેની એવરેજ 41.33 અને સ્ટ્રાઈક રેટ 155.97 છે. જો આજની મેચમાં તે ફાઇનલમાં 72 રન બનાવશે તો તે વિશ્વની કોઈપણ T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેણે બાંગ્લાદેશમાં 2014ના વર્લ્ડ કપમાં 319 રનબનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયામાં 2022ના વર્લ્ડ કપમાં 296 રન, 2014માં તેણે બનાવેલા 319 રન 106.33ની એવરેજથી આવ્યા હતા, જે વિશ્વ કપની સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે.