December 23, 2024

Rohit Sharmaએ વનડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ અંગે આપ્યું મોટું અપડેટ

Rohit Sharma: રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ-2024 બાદ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આ પછી હવે રોહિત કેટલો સમય ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમશે તેવો સવાલ ક્રિકેટ ચાહકોમાં થઈ રહ્યો છે. રોહિતની સામે આ સવાલ જ્યારે આવ્યો ત્યારે આવો જાણીએ કે તેણે શું કહ્યું.

આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત
ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ગયા મહિને વર્લ્ડ કપ જીતીને તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યા પછી તે ‘ઓછામાં થોડા સમય માટે તે ટેસ્ટ અને ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. શ્રીલંકા પ્રવાસમાં ભારત ત્રણ વનડે અને ટી-20 મેચ રમવાની છે. તમે મને ઓછા સમય માટે રમતા જોશો. રોહિત શર્માએ એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. રોહિત વેસ્ટ ઈન્ડિઝમાં ટાઈટલ જીત્યા બાદ હાલ આરામ પર છે.

આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની

જય શાહે નિવેદન આપ્યું હતું
થોડા દિવસ પહેલા જય શાહે કહ્યું હતું કે રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર અને આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કરશે. રોહિતે 2022 T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું પરંતું ઈંગ્લેન્ડ સામે હાર મળી હતી. ભારતની ભૂમી પર ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ અમદાવાદમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.