T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા પ્રથમ વખત સીરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચ્યો

Rohit Sharma:  T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહી દેનાર રોહિત શર્મા પ્રથમ વખત સીરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચ્યો છે. ભારતીય ટીમે સતત બે મેચ જીતી છે. ત્રીજી મેચ 30 જુલાઈના રોજ રમાવાની છે. આ પછી ટીમ ઈન્ડિયા 1 ઓગસ્ટથી ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ કરશે. કેપ્ટન રોહિત શર્મા ટીમની કમાન સંભાળતા જોવા મળશે.
બ્રેક લેવાનું નક્કી કર્યું
ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા હવે પ્રથમ સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી ગયો છે. જોકે તેણે ICC ટ્રોફી જીત્યા બાદ બ્રેક લેવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ નવા કોચ ગૌતમ ગંભીરની વિનંતી પર રજા રદ કરી દીધી હતી. રોહિત શર્મા શ્રીલંકા સામેની વનડે સીરીઝ રમવા પહોંચી ગયો છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહી દેનાર રોહિત શર્મા પ્રથમ સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી ગયો છે.

રોહિત શર્મા શ્રીલંકા પહોંચ્યા
ભારતીય ટીમ 2 ઓગસ્ટથી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. રોહિત શર્મા હવામાન અને જગ્યાને અનુરૂપ પોતાની જાતને અનુકૂળ કરવા માટે પહોંચી ગયો છે. ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્માની નજર હવે આગામી વર્ષે પાકિસ્તાનમાં રમાનાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. તેની તૈયારીને જોઈને જ રોહિતે રજા રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: મનુ ભાકરે કર્યો ખુલાસો, ઓલિમ્પિક મેડલ લક્ષ્ય હતું અને ગીતાનું જ્ઞાન મનમાં

શ્રીલંકા સામે ભારતની ODI ટીમ
વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર , અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.