October 21, 2024

રોહિત શર્મા બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે?

Rohit Sharma: ભારતની ODI અને ટેસ્ટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં CEAT ક્રિકેટ એવોર્ડ્સમાં જોવા મળ્યો હતો. તેની સાથે તેની પત્ની રિતિકા સજદેહ પણ જોવા મળી હતી. આ સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રિતિકા સજદેહનું પેટ થોડું બહાર નીકળતું જોવા મળી રહ્યું છે. વીડિયો વાયરલ થતાની સાથે લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે કે રિતિકા ગર્ભવતી છે અને રોહિત શર્મા બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. જોકે અમે આ અહેવાલની પુષ્ટિ કરી રહ્યા નથી.

કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
વર્ષ 2008માં રોહિત જાહેરાતની એક શૂટિંગ દરમિયાન રિતિકા સજદેહને મળ્યો હતો. આ સમયે રિતિકા શૂટમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજર તરીકે હાજર હતી. એક મીડિયા સાથેની વાતમાં રોહિતે ખુલાસો કર્યો હતો કે આ સમયે યુવરાજ સિંહે તેને રિતિકાથી દૂર રહેવાની સલાહ આપી હતી કારણ કે તે રિતિકાને પોતાની બહેન માને છે. આખરે ઘણા વર્ષ સુધી એકબીજાની સાથે ડેટ કર્યા પછી આખરે વર્ષ 2015 માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: મોહમ્મદ શમીનો અચાનક કેવી રીતે બદલાયો લુક?

રોહિત શર્મા હવે મેચ ક્યારે રમશે?
રોહિત શર્મા છેલ્લે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. આ પછી હવે તે ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં રમતા જોવા મળશે.