December 26, 2024

Rohit Sharmaએ T20ને વિદાય આપતા પત્ની રિતિકા થઈ ભાવુક

Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની બીજી ટ્રોફી જીતી લીધી છે. ભારત ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ બાદ રોહિતની પત્ની રિતિકાની પ્રતિક્રિયા સામે આવી છે.

17 વર્ષ બાદ ખિતાબ
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા વર્ષ 2007માં ધોનીએ ભારતને પહેલું ટાઈટલ જીતાડ્યું હતું. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20માંથી નિવૃત્તિ લીધી હતી. ગઈ કાલે રવિન્દ્ર જાડેજાએ પણ ટી-20ને ટાટા કહી દીધું હતું, રોહિતની T20માંથી નિવૃત્તિ પછી, તેની પત્ની રિતિકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટાની સાથે સંદેશ લખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

થઈ ગઈ ભાવુક
રોહિત શર્માના T20માંથી નિવૃત્તિ પછી રોહિતની પત્નીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહિત માટે એક ખાસ સંદેશ લખ્યો હતો. જેમાં રિતિકાએ કહ્યું કે તે ચોક્કસપણે ભાવુક છે. રોહિતે વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કરતા જોવું પણ ખૂબ જ સારું હતું. હું પણ રોહિતની પ્રશંસક છું જેના કારણે મને તેના ટી20 ફોર્મેટ છોડવાના નિર્ણયથી દુઃખ થયું હતું. આ સાથે તેણે એમ પણ કહ્યું કે ભલે રોહિતે ટીમને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હોય, પરંતુ તે તેના માટે આ સરળ નથી. રોહિત, હું જાણું છું કે આ ટ્રોફીનો તારો અર્થ તમારા માટે શું છે. આ ફોર્મેટ, આ કપ, આ લોકો, આ પ્રવાસ અને ટ્રોફી હાંસલ કરવાની આખી પ્રક્રિયા જેનું તમે હંમેશા સપનું જોયું છે. હું જાણું છું કે છેલ્લા કેટલાક મહિના તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. વધુમાં રિતિકાએ લખ્યું કે તમારા સ્વપ્નને સાકાર કરતા જોવું એ અતિ ભાવનાત્મક અને પ્રેરણાદાયક હતું.