December 20, 2024

રોહિત શર્માના નામે શરમજનક રેકોર્ડ જોડાયો, આ યાદીમાં સૌથી આગળ

IPL 2024: ગઈ કાલે કોલકાતા અને મુંબઈની ટીમ વચ્ચે મેચ હતી. જેમાં ગઈ કાલે રમાયેલી મેચમાં રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. કોલકાતા સામે તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ગઈ કાલની મેચમાં તેણે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ખૂબ જ ખરાબ રહ્યું
IPL 2024ની આ વખતની સિઝન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. અત્યાર સુધીમાં મુંબઈની ટીમે 11 મેચ રમી છે અને તેમાં 8 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈને ઘરઆંગણે 24 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલે પણ મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રોહિત શર્મા પણ ફ્લોપ જોવા મળ્યો હતો. તેણે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: MIની કેપ્ટનશિપ છીનવાઈ જવા પર રોહિતનું નિવેદન

રોહિત શર્માના નામે શરમજનક રેકોર્ડ
ગઈ કાલે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ 12 બોલમાં 11 રન બનાવી શક્યો હતો. આ મેચમાં પણ સુનીલ નારાયણે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. IPLમાં આ 8મી વખત હતો જ્યારે સુનીલ નારાયણે રોહિત શર્માને આઉટ કર્યો હતો. આ સાથે રોહિત શર્મા IPLમાં બોલર સામે સૌથી વધુ વખત આઉટ થનાર બેટ્સમેન બની ગયો છે. સુનીલ નારાયણે પણ 8મી વખત રોહિત શર્માને આઉટ કરીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે IPLમાં સૌથી વધુ વખત રોહિત શર્માને આઉટ કરનાર બોલર પણ બની ગયો છે.

આ છે રોહિતનો આઉટ રેકોર્ડ
IPLમાં બોલર સામે સૌથી વધુ વખત આઉટ થયેલો બેટ્સમેની વાત કરવામાં આવે તો 8 વખત આઉટ – સુનીલ નારાયણ સામે રોહિત શર્મા, 7 વખત આઉટ – સંદીપ શર્મા સામે વિરાટ કોહલી, 7 વખત આઉટ – એમએસ ધોની ઝહીર ખાન સામે, 7 વખત આઉટ – રિષભ પંત જસપ્રિત બુમરાહ સામે, 7 વખત આઉટ – ભુવનેશ્વર કુમાર સામે અજિંક્ય રહાણે, 7 વખત આઉટ – મોહિત શર્મા સામે અંબાતી રાયડુ, 7 વખત આઉટ – અમિત મિશ્રા સામે રોહિત શર્મા, 7 વખત આઉટ – આર અશ્વિન સામે રોબિન ઉથપ્પા છે. IPLમાં સૌથી વધુ વખત રોહિતને આઉટ કરનાર બોલરની વાત કરવામાં આવે તો 8 વખત – સુનીલ નારાયણ, 7 વખત – અમિત મિશ્રા, 6 વખત – વિનય કુમાર, 5 વખત – ઉમેશ યાદવ, 5 વખત – સંદીપ શર્મા, 5 વખત – ડ્વેન બ્રાવો છે.