રોહિત શર્મા ધૂળેટીની પરિવાર સાથે કરી ઉજવણી!

નવી દિલ્હીઃ દેશમાં આજે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. દરેક ઉંમરના લોકોએ આજે હોળીના તહેવારની મજા માણી હતી. ભારતમાં રહેતા દરેક નાગરિક તહેવારની ઉજવણી તો કરે જ છે. કોઈ પણ કામ સાથે સંકળાયેલા હોય પરંતુ તહેવારના સમયે પોતાના પરિવાર માટે સમય કાઢી લેતા હોય છે. ત્યારે રોહિત શર્માએ પણ પોતાના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. જેનો વીડિયો તેમણે શેર કર્યો છે.
વીડિયો શેર કર્યો
આજે દેશમાં ધૂળેટીની ઘરે ઘરે ઉજવણી કરવામાં આવી હતી. દેશના તમામ રાજ્યમાંથી ફોટો, વીડિયો આવી રહ્યા હતા. ત્યારે રોહિત શર્મા પણ ધૂળેટીની ઉજવણી કરતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો તેમણે શેર કર્યો છે. રોહિત શર્મા પણ તેમની પત્ની સાથે ધૂળેટી રમ્યો હતો. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોરશોરથી તેઓ ડાન્સ કરી રહ્યા હતા.
View this post on Instagram
મુંબઈ ઈન્ડિયન્સની હાર
રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ ગઈ કાલે હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપ્યો હતો. આ મેચ દરમિયાન એક સમયે જીતની નજીક જઈ રહી હોય ટીમ તેવું લાગી રહ્યું હતું. પરંતુ અંતે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાતે 6 રનથી મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય કર્યો હતો. હવે મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ 27 માર્ચના છે જે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે.