December 23, 2024

શું રોહિત શર્માની કેપ્ટન્સી ધોની-કોહલી કરતાં સારી? આર. અશ્વિનનો મોટો ખુલાસો

Virat Kohli and Rohit Sharma: કેપ્ટન્સીની વાત આવે ત્યારે ત્રણ ખેલાડીઓેને ચોક્કસ યાદ કરવામાં આવે છે. જેમાં રોહિત , વિરાટ અને ધોની ચર્ચા કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લા 14-15 વર્ષમાં ત્રણ મોટા કેપ્ટન જોયા છે. આ ત્રણેય ખેલાડીઓએ ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જે આજ દિવસ સુધી કોઈ તોડી શક્યું નથી અને આવનારા સમયમાં પણ આ રેકોર્ડને તોંડવા મુશ્કેલ ચોક્કસ બનશે.

રોહિત વધુ કામ કરે
ભારતનો સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન આ ત્રણેય કેપ્ટનના નેતૃત્વમાં રમ્યો છે. ત્રણેય ખેલાડીઓમાં શું તફાવત છે તે વિશે તેણે કહ્યું છે. અશ્વિને કહ્યું કે રોહિત ટીમનું વાતાવરણ હળવું બનાવવા પર ભાર મૂકે છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે વર્તમાન કેપ્ટન ધોની અને કોહલી કરતાં વ્યૂહરચના પર વધુ કામ કરે છે. ધોની અને વિરાટ બંને વ્યૂહાત્મક રીતે પણ મજબૂત હતા, પરંતુ રોહિત વ્યૂહરચના પર વધુ કામ કરે છે.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

ખેલાડીઓને સંપૂર્ણ સમર્થન
અશ્વિને વધુમાં કહ્યું કે રોહિત મોટી શ્રેણી પહેલા એનાલિટિક્સ ટીમ સાથે કામ કરે છે અને પોતાના ખેલાડીઓને ખૂબ સપોર્ટ કરે છે. ભારતીય સ્પિનરે કહ્યું કે જો કોઈ મોટી મેચ અથવા સિરીઝ આવી રહી છે તો રોહિત કોચ અને એનાલિટિક્સ ટીમ સાથે બેસીને રણનીતિ બનાવે છે. જે ખેલાડી નબળો હોય બેટિંગમાં અને બોલરો માટે શું પ્લાન બનાવવો પડશે. રોહિત હમેંશા વાતાવરણ હળવું રાખે છે.