શું રોહિત શર્મા પંજાબ કિંગ્સના કેપ્ટન બનશે?
IPL 2025 Mega Auction: આવતા વર્ષે IPL 2025 શરૂ થાય તે પહેલા મેગા ઓક્શન યોજાશે. ક્રિકેટ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે દરેક ટીમમાં મોટો ફેરફારની સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા પંજાબ કિંગ્સમાં જોડાશે. આવો જાણીએ પ્રીતિ ઝિન્ટાએ એવું શું કહ્યું કે જેનાથી એવું લાગે છે કે રોહિત જોડાશે પંજાબની ટીમમાં.
આ મામલે મોટું નિવેદન આપ્યું
‘હિટમેન’ રોહિત શર્મા વર્ષ 2011થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે પોતાની કપ્તાનીમાં 5 વખત MIને IPL ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો છે. જો આવો સારો ખેલાડી મેગા ઓક્શનમાં આવે તો કોણ તેના પર બોલી ના લગાવે? પંજાબ કિંગ્સ પણ રોહિતમાં રસ દર્શાવતી ટીમોમાંની એક માનવામાં આવી રહી છે. જોકે રોહિતને આઈપીએલ 2023માં કેપ્ટનમાંથી હટાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે મુંબઈની ટીમના ચાહકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ વચ્ચે હવે PBKSના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા અને ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: સૌથી વધુ ધનવાન ક્રિકેટર કોણ? ભારતનો આ ક્રિકેટર છે 70,000 કરોડનો માલિક
સંજય બાંગરે કહી આ વાત
પંજાબ કિંગ્સ સાથે ક્રિકેટ ડેવલપમેન્ટના વડા તરીકે જોડાયેલા સંજય બાંગરે સ્વીકાર્યું કે જો રોહિત હરાજીમાં આવે છે, તો તેના માટે મોટી બોલી લગાવવાની સંભાવના છે. તેણે કહ્યું, “અમે તેને ખરીદીએ કે નહીં તે અમારી પાસે કેટલા પૈસા છે તેના પર નિર્ભર કરે છે. જો રોહિત હરાજીમાં આવે છે, તો મને ખરેખર વિશ્વાસ છે કે તેને ખૂબ જ ઊંચી બોલી મળશે.”