January 16, 2025

રોહિતે ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પ્રેક્ટિસનો વીડિયો કર્યો શેર

Rohit Sharma Batting: રોહિત શર્મા તેની બેટિંગને કારણે હમેંશા ચર્ચામાં રહે છે. તે એક એવો બેટ્સમેન છે જેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. રોહિતની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024 જીતવામાં સફળ રહી હતી. બીસીસીઆઈએ હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ માટે તેમને ટીમની કમાન સોંપવામાં આવી છે.

જોરદાર બેટિંગ કરી
રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે તે પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે સારી રીતે બોલને ફટકારી રહ્યો છે. જ્યારે તે બેટિંગ કરવા મેદાનમાં આવે છે ત્યારે તેને કોઈ કહે છે કે ‘ભાઈ, તમે પહેલા બોલ પર સિક્સર મારશો.’ આના જવાબમાં રોહિતે કહ્યું, શું તે પાગલ થઈ ગયો છે? આ પછી તે જોરદાર બેટિંગ કરે છે. છેલ્લા ઘણા સમયથી રોહિતે તેની રમવાની સ્ટાઈલ બદલી નાંખી છે. મેદાનમાં આવે છે ત્યારે તે ઝડપથી રન બનાવી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

ODIમાં વધુ રન નોંધાયેલા છે
રોહિત શર્મા છેલ્લા એક દાયકાથી ટીમ ઈન્ડિયાની બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેના દમ પર ટીમ ઈન્ડિયાએ ઘણી મેચ જીતવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયા માટે તેણે 61 ટેસ્ટ મેચો રમી છે. જેમાં તેણે 4179 રન, 265 વનડે મેચોમાં 10866 રન અને 159 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 4231 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટની વાત કરવામાં આવે તો તેણે ટોટલ 48 સદી નોંધાયેલી છે.