September 19, 2024

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેશે?

Duleep Trophy: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા જ રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર જોવા મળી શકે છે. બંને ખેલાડીઓ ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફીમાં રમી શકે છે. BCCI તરફથી માત્ર અગ્રણી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તેમાં રમવાથી મુક્તિ આપવામાં આવી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં
ભારતીય ક્રિકેટ ટીમ તેની આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણી બાંગ્લાદેશ સામે રમવાની છે. બંને ટીમો વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. આ વચ્ચે ચર્ચા થઈ રહી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં રમી શકે છે. જેમાં ઈન્ડિયા એ, ઈન્ડિયા બી, ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી નામની ચાર ટીમો ભાગ લેશે. BCCI વરિષ્ઠ પસંદગી સમિતિ આ ટીમોની પસંદગી કરશે અને તેમાં ઘણા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીના કારણે જ ક્રિકેટને 2028 ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું?

માત્ર બુમરાહને જ છૂટ મળી છે
ભારતીય ક્રિકેટના લગભગ તમામ મોટા નામ દુલીપ ટ્રોફીમાં જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. વિરાટ અને રોહિત પણ મેચમાં જોવા મળી શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જોકે ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓ છે કે બંને ખેલાડીઓ મેદાનમાં જોવા મળે. શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને પણ દુલીપ ટ્રોફી રમવા માટે કહેવાયું છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે તેઓ મેદાન પર હાલ નહીં જોવા મળે અને તે આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક રાઉન્ડ યોજવાનું આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો: ટેસ્ટ સિરીઝ પહેલા આ ટીમને મોટો ફટકો, કેપ્ટન થયો ઈજાગ્રસ્ત

ઈશાન કિશનની વાપસી થઈ શકે છે
એક રિપોર્ટ પ્રમાણએ કિશન ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.ગઈ સિઝનમાં રણજી ટ્રોફી ન રમવાના કારણે ઈશાન અને શ્રેયસ અય્યરને બીસીસીઆઈએ કરારમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. કિશને BCCIની ચેતવણીની અવગણના કરી હતી. જ્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને દુલીપ ટ્રોફીની કોઈપણ ટીમમાં સ્થાન મળવાની ઓછી આશા જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે કોણ જોવા મળશે આ શ્રેણીમાં.