બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝ પહેલા એક્શન મોડમાં રોહિત શર્મા, વીડિયો થયો વાયરલ

Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા એક્શન મોડમાં જોવા મળ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. જેની તૈયારી રોહિતે અત્યારથી શરૂ કરી દીધી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પહેલા રોહિત શર્માનો વીડિયો વાયરલ થયો છે. રોહિત શર્મા જીમની અંદર સખત મહેનત કરતો નજરે પડી રહ્યો છે. રોહિત શર્મા બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલા કોઈ કસર છોડવા માંગતો નથી તેવું લાગી રહ્યું છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ODI પછી તે સીધો ટેસ્ટ માટે મેદાનમાં રમતો જોવા મળશે. શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રોહિતનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો: Paralympic 2024: હોકાટો સેમા કોણ છે? સંઘર્ષ તો એવો કર્યો કે ભલભલાને આવી જાય રુદન
ભારત અને બાંગ્લાદેશ શેડ્યૂલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની T20 શ્રેણી રમાવાની છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો તે 27 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે.