November 22, 2024

રોહિત ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ નહીં રમે તો આ ખેલાડીને બનાવવામાં આવશે કેપ્ટન

Indian Test Captain: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી શરૂઆત થવાની છે. ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની એક બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. જેમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ જેવા યુવા ખેલાડીઓ સામેલ છે. હવે મોટો સવાલ એ છે કે જો રોહિત પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમી શકે તો તેની જગ્યા પર કેપ્ટન કોણ હશે? જેને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે નિવેદન આપ્યું છે.

રોહિતની ગેરહાજરીમાં આ ખેલાડી બનશે કેપ્ટન
ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે નિવેદન આપ્યું છે. જેમાં રોહિત પહેલી ટેસ્ટ મેચ રમી શકશે નહીં તો જસપ્રિત બુમરાહ ટીમની કમાન સંભાળશે. તે ટીમનો વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તે એક વાર કેપ્ટન પણ રહ્યો છે. જોકે તે સમયે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગંભીરે કહ્યું કે તેમની પાસે ઓપનિંગ બેટ્સમેનના સ્થાન માટે કેએલ રાહુલ અને અભિમન્યુ ઈશ્વરનના રૂપમાં ઓપ્શન છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયા માટે રસ્તો સરળ
ભારતીય ટીમ છેલ્લા ચાર વખત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. આ વખતો જીતનો રસ્તો સરળ જોવા મળી રહ્યો નથી. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 3-0થી ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજૂ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આગામી સિરીઝની તૈયારીઓ કરી રહી છે.