December 17, 2024

શું T20 વર્લ્ડ કપમાં રોહિત-વિરાટનું પ્રદર્શન ચિંતાનો વિષય? પૂર્વ ભારતીય ખેલાડીનું નિવેદન

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપમાં સુપર 8 રાઉન્ડ પહેલા વિરાટ કે રોહિત પોતાના ખાસ ફોર્મમાં જોવા મળી રહ્યા નથી. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ આ અંગે નિવેદન આપ્યું છે. આવો જાણીએ કે આ પૂર્વ ખેલાડીએ શું આપ્યું નિવેદન.

ખેલાડીએ જલદી ફોર્મમાં આવવું જરૂરી
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં સુપર 8 રાઉન્ડ માટે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ગ્રુપ સ્ટેજ દરમિયાન રમાયેલી તમામ મેચોમાં જીત અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર હોવાને કારણે ટીમ ઈન્ડિયાનું મનોબળ મજબૂત જોવા મળી રહ્યું છે. જોકે વિરાટ અને રોહિતનું પ્રદર્શન સારૂ જોવા મળ્યું નથી. જો ટીમ ઈન્ડિયાને આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરવું હોય તો આ બે ખેલાડીએ જલદી ફોર્મમાં આવવું જરૂરી છે.

આ પણ વાંચો: ‘અમારો નેતા કેવો હોવો જોઈએ…’ વિરાટ કોહલીનો વીડિયો થયો વાયરલ

માંજરેકરનું મોટું નિવેદન
વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં ખાલી 5 જ રન બનાવી શક્યો છે. રોહિતે આયર્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં તે કંઈ પ્રદર્શન કરી ના શક્યો. માંજરેકરે એક મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું કે જો તમે રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને પસંદ કર્યા છે તો ટીમ ઈન્ડિયાની જીત માટે ખરેખર આ ખેલાડીઓએ સારૂં પ્રદર્શન કરવું જરૂરી છે. સિનિયર ખેલાડીઓ પાસે ચોક્કસ અપેક્ષા રહેવાની. માંજરેકરે વધુમાં કહ્યું કે જો તમારો કોઈ યુવા ખેલાડી સારૂ પ્રદર્શન કરે છે તો તે તમારા માટે બોનસ છે. પરંતુ સિનિયર ખેલાડીઓ છે તેને વધુ યોગદાન આપવું જરૂરી છે.