May 18, 2024

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો, રોહન ગુપ્તા BJPમાં જોડાયા

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરવાનો દૌર યથાવત છે. આજે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા બીજેપીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે રોહન ગુપ્તાને 14 માર્ચે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તો રોહન ગુપ્તાએ 18 માર્ચે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 22 માર્ચે રોહન ગુપ્તાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ સામે આવ્યું હતુ. રોહન ગુપ્તા AICCના આઈટી સેલના ચેયરમેન રહી ચૂક્યાં છે.

મળતી માહિતી અનુસાર થોડાક દિવસ અગાઉ રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલા કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો ઉપરાંત રોહન ગુપ્તા પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ લગાવી ચૂક્યાં છે. નોંધનીય છે કે રોહન ગુપ્તા હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા. રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

નોંધનીય છે કે, બીજેપીમાં જોડાયા બાદ રોહન ગુપ્તાને લઇને ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કહેવાતા એક જ યુવા નેતા છે. વારંવાર રિલોન્ચ કરવામાં આવે છે. તેમજ AC ઓફિસમાં બેસીને કામ કરે છે. યુવા નેતાઓ અને કાર્યકર્તાઓ કંટાળી ચુક્યા છે. દેશની સૌથી જૂની પાર્ટી હોવા છતા કાર્યકર્તાઓને સાચવી શકતી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ દિલ્હી હાઈ કમાંડને મળવા માગે છે પણ ત્યા પણ કેટલાય એપી સેન્ટરો છે.

આ સિવાય તેમણે જણાવ્યું કે સંજય નિરુપમ, ગૌરવ વલ્લભ અને રોહન ગુપ્તા જેવા નેતાઓનો મોહ ભંગ થયો છે. વિપક્ષમાં હોય ત્યારે વિપક્ષના એજન્ડાઓ મુકવાના હોય છે માટે એ સમયે વિરોધ કરતા હશે.