January 22, 2025

દિલ્હીમાં કોન્સ્ટેબલની હત્યા કરનારો રોકી એન્કાઉન્ટરમાં ઠાર, સ્પેશ્યિલ સેલે કરી મોટી કાર્યવાહી

Kiran Pal Murder Case: દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ કિરણ પાલની હત્યાના મુખ્ય આરોપી રાઘવ ઉર્ફે રોકીનું એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ મોત થયું હતું. સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ સેલની ટીમે તેને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો. ઉલ્લેખનીય છે કે 22 નવેમ્બર શુક્રવારે મોડી રાતે બદમાશોએ એક કોન્સ્ટેબલ પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જે બાદ હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત થઈ ગયું હતું. ઘટના સમયે આરોપીઓ નશામાં હતા અને કોન્સ્ટેબલે તેમને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ આરોપીઓએ તેમની હત્યા કરી નાખી.

શનિવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આરોપીને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. જેની સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું તે આરોપીની ઓળખ રોકી ઉર્ફે રાઘવ નામના ગુનેગાર તરીકે થઈ છે. આ આરોપી રોકી ઉર્ફે રાઘવ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ કિરણપાલની હત્યાનો આરોપી હતો. રોકીએ જ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીનું નામ દીપક હતું. એન્કાઉન્ટરમાં દીપકને પણ પગમાં ગોળી વાગી હતી.

આ ઘટના 22 નવેમ્બર 2024ની રાત્રે બની હતી. કોન્સ્ટેબલ કિરણપાલ તેના સાથીદારો બનાઈ સિંહ અને સુનીલ સાથે ગોવિંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્ય સમાજ મંદિર પાસેના બૂથ પર તૈનાત હતા. સવારે 5 વાગ્યાની આસપાસ કોન્સ્ટેબલ સુનીલ બૂથની બહાર કોઈ કામ માટે ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને ત્યાં કિરણ પાલ મળ્યો ન હતો. તેનો ફોન પણ બંધ હતો. શોધખોળ બાદ તે શેરી નંબર 13 સંત રવિદાસ માર્ગ પાસે ઘાયલ મળી આવ્યો હતો. આ પછી તેને તાત્કાલિક મજીદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.