HMPVના પગ પેસારા વચ્ચે વડોદરામાં તંત્રની બેદરકારી, કોરાના દર્દીઓ માટે ખરીદેલા રોબોટ ગાયબ

Vadodara: એક તરફ ગુજરાતમાં કોરોના બાદ HMVPએ પગ પેસારો કરતા તંત્રની ચિંતા વધારો થયો છે. ત્યારે બીજી તરફ વડોદરામાં તંત્રની બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખરીદેલા રોબોટ ગાયબ થઇ ગયા છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે રોબોટ ખરીદવામાં આવ્યા હતા. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ આ રોબોટનો ઉપયોગ થતો દેખાયો નથી.
મળતી માહિતી અનુસાર સયાજી હોસ્પિટલમાં ત્રણ અને ગોત્રી હોસ્પિટલમાં ચાર મળી સાત રોબોટ લાવવામાં આવ્યાં હતા. 50 લાખ ગાયબ કે પછી રોબોટ ગાયબ એવી ચર્ચા એ વેગ પકડ્યો છે. આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોરોનાના દર્દીઓની સારસંભાળ રાખવા સાત રોબોટ સ્ક્રિનિંગ અને દર્દીઓ માટે દવા લઇ જવાનું કામ કરતા હતા. ખાનગી કંપની દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સી.એસ.આર ફંડ હેઠળ આ સાત રોબોટ આપવામાં આવ્યાં હતા.આ રોબોટ કોરોનાનાં દર્દીઓ તેમજ તેમની સાથે આવતા પરિવારજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. આવનારા દિવસોમાં વધુ રોબોટ મૂકવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ધુમ્મસથી યુપી-બિહાર જનારી ટ્રેનોના બદલાયા રુટ, અનેક ટ્રેનો કરાઈ રદ