December 21, 2024

SRH સામે ક્વોલિફાયર-2 મેચમાં Ryan Parag બનાવી શકે છે આ રેકોર્ડ

IPL 2024: રાજસ્થાનની ટીમનું આ વખતનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. આ ટીમનો હિસ્સો રહેલા રિયાન પરાગે 17મી સીઝનમાં પોતાની બેટિંગ થકી શાનદાર પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધીમાં રિયાન પરાગે 14 મેચ રમી છે અને 567 રન બનાવ્યા છે. આજની મેચમાં જો રિયાન પરાગ 59 રન બનાવશે તો તે IPLના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવી લેશે.

મોટો રેકોર્ડ બનાવશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની આજે બીજી ક્વોલિફાયર મેચ છે. જેમાં રાજસ્થાન અને હૈદરાબાદની ટીમનો આમનો સામનો થવાનો છે. આ મુકાબલો ચેન્નાઈના સ્ટેડિયમમાં થશે. આ વચ્ચે રાજસ્થાનનો ખેલાડી રિયાન આજે ઈતિહાસ રચી શકે છે. પરાગે 2019માં રમાયેલી IPL સિઝનમાં આ T20 લીગમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેની બેટિંગ જોરદાર જોવા મળી હતી. તેણે અત્યાર સુધીમાં 14મેચ રમી છે. તેની 56.70ની એવરેજથી 567 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટની વાત કરવામાં આવે તો 151.60 હતો. ત્યારે આજે પણ રિયાન રેકોર્ડ બનાવી શકે છે.

આ પણ વાંચો: આજે Sunrisers Hyderabad અને Rajasthan Royals વચ્ચે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

આ ખેલાડીનું સ્થાન હાલ પ્રથમ
આજની મેચમાં રિયાન 59 રન બનાવી નાંખે છે તો તે આ મામલે યશસ્વી જયસ્વાલને પાછળ છોડી દેશે. જે બાદ રિયાન IPLની એક સિઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડીઓની વાત કરવામાં આવે તો યશસ્વી જયસ્વાલ – 625 રન (વર્ષ 2023), શોન માર્શ – 616 રન (2008), રિયાન પરાગ – 567 રન (વર્ષ 2024), ઈશાન કિશન – 516 રન (વર્ષ 2020) છે.