January 27, 2025

આ જગ્યાએ ફરવા પર છે જીવનું જોખમ!

દરેક વ્યક્તિને ફરવાનો શોખ હોય જ છે. હમણાના સમયમાં ફરવાના સ્થળોની પસંદગીના આધારે વ્યક્તિ પોતાની ઓળખ પણ કરાવતા થઈ ગયા છે. જેમ કે કેટલાક લોકો માઉન્ટન પર્સન હોય છે તો કેટલાક લોકો બીચ પર્સન. શું તમે જાણો છો કે કેટલાક દેશોમાં પ્રવાસ કરવો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે પણ વિદેશમાં ફરવાનો શોખ ધરાવતા વ્યક્તિ છો તો 2024ના તમારા ટ્રાવેલ લિસ્ટમાં આ દેશો હોય તો ચોક્કસથી તેને કાઢી નાખજો.

કેવા દેશોનો છે સમાવેશ?

કન્સલ્ટેંસી ફર્મ ઈન્ટરનેશનલ એસઓએસે દુનિયાનો એક ખાસ મેપ જાહેર કર્યો છે. જેમાં તેમણે આ વર્ષે વિશ્વના કયા દેશની યાત્રા કરવામાં તેમના જીવનને ખતરો થઈ શકે છે આવી જગ્યાઓના નામ જાહેર કર્યા છે. આ એવી જગ્યાઓ છે જ્યાં રાજનૈતિક અશાંતિ, હિંસા અને અપરાધોમાં વધારો થયો છે. આ ઉપરાંત એપમાં જળવાયુ પરિવર્તનને લઈને પણ જે વિસ્તારમાં ફરવું જોખમી છે તેની પણ માહિતી આપવામાં આવી છે.

આ દેશોમાં છે જીવનું જોખમ

સુરક્ષાને ધ્યાનમાં રાખતા હાલ યુદ્ધગ્રસ્ત યુક્રેન આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. એ બાદ લીબિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ સૂડાન, સીરિયા અને ઈરાન જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાઈ રિસ્કવાળા દેશની વાત કરવામાં આવે તો પાકિસ્તાન અને મ્યાનમાંરનો પણ તેમાં સમાવેશ થાય છે. જો તમે એ દિશા તરફ વિદેશ પ્રવાસ કરવા જ માંગતા હો તો તમે ગ્રીનલેન્ડ, નોર્વે, ફિનલેન્ડ, આઈસલેન્ડ કે પછી લક્જામબર્ગ જઈ શકો છો.

આ દેશોમાં ફરવું છે સુરક્ષિત

બ્રિટન અને યુરોપના ઘણા દેશોમાં ફરવાને સુરક્ષિત ગણવામાં આવે છે. આ ઉપરાંત યૂરોપ, અમેરિકા, કેનેડા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, દક્ષિણ આફ્રિકા, મિસ્ર, અલ્જીતિયા, કેન્યા, બ્રાઝિલ, પેરૂ, બેલીવિયા, મૈક્સિકો, ફિલીપીંસ, ઈરાન, તુર્કી અને રૂસનો સમાવેશ થાય છે.

છેલ્લા ઘણા સમયથી વિશ્વમાં ઈન્ટરનેશન ટ્રાવેલનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. ત્યારે આવા લોકો પોતાના ટ્રાવેલ પ્લાન મહિનાઓ પહેલાથી બનાવતા હોય છે. અને તેને ધ્યાનમાં રાખીને બુકિંગ પણ કરાવતા હોય છે. આવા સમયે જો પહેલાથી લોકો પાસે જે-તે દેશની જિયો પોલિટિકલ સ્થિતિ, સોશિયલ ઈકોનોમિક ડેવ્લોપ્મેંટ, નેચરસ હજાર્ડ અને બીજા ખતરાઓ વિશે જાણ હશે તો તેઓ પોતાના પ્લાનમાં એ પ્રમાણે ફેરફાર કરી શકશે. મહત્વનું છેકે, ઘણા દેશોમાં પ્રી ટ્રાવેલ રિસ્ક અસેસમેન્ટ પર પણ જોર દેવામાં આવી રહ્યું છે.