June 26, 2024

ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં GIDCનો મોટો ફાળોઃ ઋષિકેશ પટેલ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજ્ય સરકાર પર ઔધોગિક એકમોની જમીન ફાળવામાં માટે ગેરરીતિઓ આચરી છે. ખાસ કરીને સાયખા અને દહેજ જીઆઇડીસીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જો કે, શક્તિસિંહ ગોહિલના આક્ષેપનો જવાબ આપવા માટે રાજ્ય સરકાર પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ 29 વર્ષથી સત્તાવિહોણી છે. જેથી સરકારના વિકાસના કામો જોઈ શકતા નથી તેના કારણે આક્ષેપ કરી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને સત્યથી વેગળા અને પાયા વિનાના તથા લોકોને ગેરમાર્ગે દોરનારા-ગણાવતા રાજ્ય સરકારના પ્રવક્તા-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, ગુજરાતના વૈશ્વિક ઔદ્યૌગિક વિકાસમાં જી.આઈ.ડી.સી. મહત્વનું યોગદાન આપી રહી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલા ઔદ્યોગિક વસાહતોમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરા થાય છે અને તેના મારફતે રાજય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે.

આ પણ વાંચોઃ દેવું થતા યુવકની આત્મહત્યા, વર્ષ પછી સુસાઇડ નોટ મળતા છેતરપિંડી થયાનો ભાંડો ફૂટ્યો

તેમણે જણાવ્યું છે કે, જી.આઈ.ડી.સી. સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષણભાવે જમીન આપે છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં. જીઆઇડીસી દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં ૯૦% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 161 વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતના ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ પોરબંદરના દરિયાકિનારેથી ઝડપાયા નશીલા પદાર્થના પેકેટ્સ, SOGની કાર્યવાહી

દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં 90 ટકા જેટલા પ્લોટો વેચાયા હોવાથી જી.આઈ.ડી.સી. દ્વારા નિયામક મંડળની 518મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠનો ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી કે સમગ્ર વસાહતના 90 ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે.

જી.આઈ.ડી.સી.એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને 519મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના 90 ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલી ન હોવાથી સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી અને તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે. સાયખામાં એપ્રિલ 2023થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવી નથી, તેથી સરકારને નાણાંકીય નુકસાન પહોચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્રને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનાં હવાતિયાં સમાન છે.