December 26, 2024

IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર કોણ હશે?

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નાઈના મેદાન પર રમાવાની છે. બંને ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવા માટે આ સિરીઝ ખૂબ ખાસ છે. BCCIએ માત્ર બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટીમ ભારતમાં બે વિકેટકીપરને તક મળી છે. જેમાં પંત અનેધ્રુવ જુરેલનું નામ છે. હવે મોટો સવાલ એ છે કે કોને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે. આવો જોઈએ બંનેનો રેકોર્ડ.

લાંબા સમય પછી વાપસી
પંતનો વર્ષ 2022માં દિલ્હીથી રૂરકી જતી વખતે કાર અકસ્માત થયો હતો. આ પછી તે હવે ફરી પાછો ફરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે તે T20 વર્લ્ડ કપ 2024નો સભ્ય છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઘણી વખત પંતને કારણે મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયાના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે 89 રનની ઇનિંગ રમી હતી અને જીતનો હિરો બન્યો હતો. તે ટેસ્ટમાં ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

પંતે માટે અનુભવ ઉપયોગી
વર્ષ 2018માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે 33 ટેસ્ટ મેચોમાં 2271 રન બનાવ્યા હતા. જેમાં 5 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે. જેના કારણે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવન માટે પંત પર દાવ લગાવી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જુરેલે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી છે. જેમાં જુરેલે વર્ષ 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટીમ ઈન્ડિયા માટે 3 ટેસ્ટ મેચમાં 190 રન બનાવ્યા છે. તેણે 39 અને 90 રનની ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેને શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળેલો છે.