January 20, 2025

પંત બન્યો લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, IPL 2025 પહેલા કરાઈ

IPL 2025નું આયોજન 21 માર્ચથી થવાનું છે. તમામ ટીમ ધીરે ધીરે પોતાના કેપ્ટનની જાહેરાત કરી રહી છે. થોડા દિવસ પહેલા પંજાબ કિંગ્સની ટીમે શ્રેયસ અય્યરની કપ્તાનની જાહેરાત કરી હતી. હવે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પણ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. રિષભ પંત ટીમનો કેપ્ટન હશે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને હરાજીમાં 27 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ આ બોલી IPL ઈતિહાસની સૌથી મોંઘી હતી. પંત આ પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો.

આ પણ વાંચો: વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, મૃતક મૂળ બગસરાનો રહેવાસી

રાહુલ અગાઉ હતો ટીમનો કેપ્ટન
વર્ષ 2022, 2023 અને 2024 લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કેએલ રાહુલે કર્યું હતું. લખનૌએ કેએલ રાહુલને જાળવી રાખ્યો ના હતો. કેએલ રાહુલ આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમશે. નવો કપ્તાન મળતાની સાથે ચાહકો પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. હવે જોવનું રહ્યું કે પંતનું પ્રદર્શન કેવું રહેશે આ સિઝનમાં.