December 26, 2024

આઈપીએલમાં RTM નિયમ શું છે? જાણો

Right To Match Rules in IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ઘણા ખેલાડીઓે RTMનો નિયમનો ઉપયોગ કરીને લેવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ RTM નિયમ શું છે અને કઈ રીતે કામ કરે છે? આવો જાણીએ.

આ પણ વાંચો: હેમંત સોરેન 28 નવેમ્બરે ઝારખંડના સીએમ તરીકે લેશે શપથ

RTM નિયમ એટલે શું?
રાઇટ ટૂ મેચ કાર્ડ નિયમ ફ્રેન્ચાઈઝી માટે એક ઓપ્શન કહી શકાય. જેનો ઉપયોગ કરવામાં આવે તો ફ્રેન્ચાઈઝી એ ખેલાડીને ફરીવાર પોતાની જ ટીમમાં સામેલ કરી શકે છે. જો બીજી ફ્રેન્ચાઈઝી આ ખેલાડી પર ઊંચી બોલી બોલે છે એમ છતાં જૂની ફ્રેન્ચાઈઝીને RTM નિયમથી એ પ્લેયરને ફરી ખરીદવાની તક આ નિયમને કારણે મળી શકે છે. છેલ્લે જ્યારે ખેલાડીને ખરીદવામાં કોઈ ફ્રેન્ચાઈઝી સંપુર્ણ તૈયાર હોય છે ત્યારે એક વખત જૂની ટીમને પુછવામાં આવે છે કે શું તમે RTM નિયમનો ઉપયોગ કરવા માંગો છો? જો તે સમયે હા પાડે તો પછી અતિંમ બોલી લગાવવાની તક મળશે. આ સમયે તેને વધારાની રકમ દેવી પડશે. બાકી જે ફ્રેન્ચાઈઝીએ છેલ્લી બોલી લગાવી હશે તે તેને ખરીદી લેશે.