December 23, 2024

મિર્ઝાપુરના ‘ગુડ્ડુ ભૈયા’ બની ગયા પિતા, પત્ની રિચાના ત્યાં લક્ષ્મી અવતર્યા

Richa Chadha-Ali Fazal Baby Born: અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. અભિનેત્રીએ પુત્રીને જન્મ આપ્યો છે. રિચા ચઢ્ઢાએ 16 જુલાઈના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ કપલે 2 દિવસ બાદ આજે એક નિવેદન દ્વારા ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે. જેવી જ લોકોને ખબર પડી કે અભિનેત્રીએ પુત્રીને જન્મ આપ્યો છે, ચાહકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. રિચા અને અલી માટે દરેક લોકો ખૂબ જ ખુશ છે.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલે જાહેરાત કરી
નોંધનીય છે કે રિચા તેના બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી હતી અને હવે અભિનેત્રીની રાહ પૂરી થઈ ગઈ છે. આખરે તે એક પુત્રીની માતા બની છે. દંપતીએ એક નિવેદન દ્વારા આ ખુશખબર આપતા કહ્યું કે 16.07.24ના રોજ એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો છે. અમારો પરિવાર ખૂબ જ ખુશ છે અને અમે અમારા ચાહકોના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ! લવ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ.

આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
તમને જણાવી દઈએ કે 14 જુલાઈના રોજ રિચાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેના બાળકના આવવાની આશા વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં અભિનેત્રીએ ઘણી વખત અસ્વસ્થતા અનુભવવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ હોવા છતાં તે ક્યારેય એકલતા અનુભવતી નથી. અગાઉ, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી, જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી. આ ફોટામાં અભિનેત્રી તેના પતિ સાથે છે અને ચાહકોએ કપલના ફોટા પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

‘હીરામંડી’માં બતાવ્યો પોતાનો જાદુ
ઉલ્લેખનીય છે કે રિચા થોડા સમય પહેલા સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી. આ સિરીઝમાં તેના પાત્રે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.