ચોખામાં જીવાત થઈ ગઈ હોય તો આ રહ્યા ઉપાય

Rice: અનાજ સાચવવા માટે આમ તો ઘણા ઉપાય અજમાવવામાં આવે છે. હાલ તો માર્કેટમાં ઘણા એવા પાઉડર પણ પ્રાપ્ય છે જે અનાજને બગાડવા દેતું નથી. ચોખામાં જ્યારે ધનેડા પડી જાય છે ત્યારે દરેક ગૃહિણીની ચિંતા વધી જાય છે. આનો ઉપાય આજે આપણે જાણીશું. ઘરની રસોઇમાં ભાત, દાળ, ઘઉંથી લઈને અને અલગ-અલગ લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વાર સ્ટોર કરેલા ચોખામાં જીવાત સાફ કરતા મુશ્કેલી પડે છે.
અનાજ છે આખા વર્ષ માટે
માત્ર ચોખા જ નહીં પરંતુ કોઈપણ અનાજને સાફ કરવું હોય તો તમે રસોડામાં રાખેલી હિંગનો ઉપયોગ કરી શકો છો. દરરોજ રસોઈમાં ઉપયોગમાં લેવાતી હીંગ આ સમસ્યાને ઝડપથી દૂર કરે છે. જો ચોખામાં ગઠ્ઠા હોય તો ચોખાના ડબ્બામાં હિંગનો ટુકડો અથવા હિંગનો પાવડર રાખો. હીંગની મજબૂત સુગંધ થોડીવારમાં તમામ જીવાતને બહાર થઈ જશે. આ પછી તમે ચોખાને સારી રીતે સાફ કરીને ફરીથી સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે
આવુ પણ કરી શકાય
ચોખાને સાફ કરવા માટે, તમે તેને તડકામાં સૂકવી શકો છો. આ કરવા માટે, ચોખાને પાણીમાં ધોઈ લો. તેને ધોવા માટે, તેને પાણીથી ભરેલા ટબમાં મૂકો જેથી કરીને બધા જંતુઓ ઉપર આવે અને તેને દૂર કરી શકાય. તેને બે-ત્રણ વાર પાણી બદલીને સાફ કરો અને તડકામાં સૂકવો. આ બધા જંતુઓને દૂર કરશે.