ડુમિયાણી ITIના વિદ્યાર્થીએ શિક્ષકોના ટોર્ચરથી આપઘાત કર્યાનો ખુલાસો થયો

ધ્રુવ મારૂ, ઉપલેટા: ITIના વિદ્યાર્થીએ શિક્ષકોના ટોર્ચરથી આપઘાત કર્યાનો ખુલાસો થયો છે. 19 વર્ષીય ધાર્મીકે પોતાના ઘરે ગળે ફાંસો લગાવી મહિના પહેલા આપઘાત કર્યો હતો. મોબાઈલમાં મૃતકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. ડુમિયાણી આઈટીઆઈમાં મૃતક ધાર્મીક ભાસ્કર અભ્યાસ કરતો હતો. પરિવારજનોએ મૃતકનો મોબાઈલ તપાસતા આખો મામલો સામે આવ્યો હતો.
વીડિયોમાં મૃતકે શિક્ષકોના ટોર્ચરના કારણે આપઘાતનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે વીડિયોના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક છેલ્લા 6 મહિનાથી ITIમાં વાયરમેનનો અભ્યાસ કરતો હતો. વીડિયોમાં મૃતકે બે શિક્ષકો પર માનસીક ત્રાસના આક્ષેપ લગાવ્યા હતા. અગાઉ પણ શિક્ષક હેરાન કરતા હોવાની પરિવારને જાણ કરેલ, પરંતુ પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી વાત ટાળી નાખી હતી. વીડિયોમાં ધાર્મિક બે શિક્ષકો મને ટોર્ચર, માનસિક હેરાન કરતા હોઈ સજા થવી જોઈએ તેવો વીડિયો સામે આવ્યો છે.
એએસટી સેલના Dy.SP શ્રીજીતા પટેલે મૃતકના ઘરે જઈ તપાસ હાથ ધરી છે. મૃતકનો આપઘાત પહેલાનો વીડિયો સામે આવતા પોલીસ તપાસ કરી કડક પગલાં ભરે તેવી પરિવારે માગ કરી છે.