November 18, 2024

Rajkot અગ્નિકાંડમાં ખુલાસો, Mansukh Sagathia ભાઈઓના નામે ખરીદતો મિલકત

Rajkot Game Zone: રાજકોટ ગેમઝોનમાં દુર્ઘટનાને લઈને આખે આખુ ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં બાળકોથી લઈને કુલ 32 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હવે આ ગોઝારી દુર્ધટનાને લઇને તંત્ર દોડતું થયું હતું. પરંતુ હવે રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં હવે TPO એમ ડી સાગઠીયાએ તેના ભાઈના નામે ઓફીસ ખરીદીનું સામે આવ્યું છે. તેમજ સાગઠીયાએ 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટવિન્સ સ્ટારમાં ઓફિસ ખરીદી કરી છે. સાગઠીયા મિલકત ખરીદી કરી પાવર ઓફ એટર્ની કરાવી લેતો હતો તેવું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર TPO મનસુખ સાગઠીયાની એક બાદ એક મિલકતો સામે આવી રહી છે. સાગઠીયાએ 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટ્વિન્સ સ્ટારમાં ઓફિસ ખરીદી કરી છે. આ સિવાય એમ ડી સાગઠીયાએ ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો હોવાનું ખુલાસો પણ થયો છે. તેમજ સાગઠીયા મિલકત ખરીદી કરી પાવર ઓફ એટર્ની કરાવી લેતો હતો. જોકે, મનપા દ્વારા નોટિસ લગાવી હોવા છતાં ઓફિસ ખોલી નાખી હતી. વધુમાં આ ઓફિસ 54 લાખ રૂપિયાની દસ્તાવેજ ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: તંત્ર એક્શન મોડમાં, અર્બન ચોક, ક્રશ કાફે અને Tea પોસ્ટને કર્યું સીલ

ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમા એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે. 25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.