December 19, 2024

નિવૃત્ત ખેલાડીએ તોડ્યું ઇન્ડિયા ચેમ્પિયન્સનું જીતનું સપનું

India Champions vs Australia Champions: ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સે લિજેન્ડ્સ લીગ 2024ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયા ચેમ્પિયન્સને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન્સ માટે બેટ્સમેનોનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને 199 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

યુવરાજ સિંહે ટોસ જીત્યો
લિજેન્ડ્સ લીગ 2024ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ખૂબ જ શાનદાર જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સે ઈન્ડિયા ચેમ્પિયન્સને 23 રનથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઈન્ડિયા ચેમ્પિયન્સના કેપ્ટન યુવરાજ સિંહે ટોસ જીત્યો હતો. ટોસ જીતતાની સાથે તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ડેનિયલ ક્રિશ્ચિયને જોરદાર અડધી સદી ફટકારી હતી. ટીમને 199 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો યુસુફ પઠાણની શાનદાર ઇનિંગ્સ છતાં 176 રન સુધી પહોંચી શકી અને મેચ હારી ગઈ હતી.

આ પણ વાંચો: Sourav Ganguly Birthday: દાદ આપવી પડે એવી દાદાની ક્રિકેટ કરિયર, બોલર રીતસરના ફફડી ઉઠતા

અડધી સદી વ્યર્થ ગઈ
ભારતીય ચેમ્પિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. ઈરફાન પઠાણ અને રોબિન ઉથપ્પા પહેલા જ આઉટ થઈ ગયા હતા. રૈનાએ 12 રન અને યુવરાજે 19 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ અંતે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. એરોન ફિન્ચ માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એક સમયે ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન ટીમ ઓછા સ્કોર સુધી સીમિત હોય તેમ લાગતું હતું.