January 19, 2025

સ્માર્ટફોનને કરતા રહો રિસ્ટાર્ટ, અમેરિકન સુરક્ષા એજન્સીના રિપોર્ટમાં મોટો ખુલાસો

Tech News: આજના સમયમાં કોઈ એવું નહીં હોય કે જેમના પાસે સ્માર્ટફોન નહીં હોય. આજે બાળક પણ ફોન સાથે રમે છે. ઓફિસ હોય કે ઘર દરેક જગ્યાએ સ્માર્ટફોનનો વપારશ વધી રહ્યો છે. એ વાત પણ સત્ય છે કે સ્માર્ટફોને આપણું જીવન સરળ બનાવ્યુ છે. કોઈ પણ માહિતીને શેર કરવી હોય તો ફાસ્ટ થઈ જાય છે. પરંતુ સ્માર્ટફોને આપણું જીવન જેટલું સરળ બનાવ્યું છે તેટલું જ જોખમો પણ વધી ગયા છે. અમેરિકન સુરક્ષા એજન્સીએ સ્માર્ટફોનની સુરક્ષાને લઈને મોટી વાત કહી છે. આવો શું કહ્યું એજન્સીએ.

મહત્વપૂર્ણ ભાગ બની ગયો
સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે. ફોન વિના આજના કોઈ પણ માનવીનું જીવવું સહેલું નથી. ફોનની સાથે સરળતા તો છે પરંતુ તેની સામે જોખમ પણ એટલું જ રહેલું છે. જો તમે થોડી પણ બેદરકારી રાખો છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. યુએસ સિક્યોરિટી એજન્સી (NSA) દ્વારા સ્માર્ટફોનને કારણે થતા જોખમથી બચવા માટે એક મોટી સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: AI અવતાર તમારી જગ્યાએ હવે મીટિંગમાં જોડાશે

દસ્તાવેજમાં ખુલાસો થયો
માહિતી અનુસાર થોડા દિવસ પહેલા પ્રકાશિત થયેલા ઘણા વર્ષો જૂના NSA રિપોર્ટમાં સ્માર્ટફોનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આઈફોન યુઝર્સને થોડા દિવસો પછી પોતાના સ્માર્ટફોનને રિસ્ટાર્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે જો સ્માર્ટફોનને માલવેર એટેકથી બચાવવા હોય તો ફોનને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર રિસ્ટાર્ટ કરવો જરૂરી છે. જો તમે અઠવાડિયામાં 2 વખત ફોનને રિસ્ટાર્ટ કરો છો તો તમે સ્માર્ટફોનને સાયબર એટેકથી બચાવી શકો છો. એજન્સીએ જણાવ્યું કે ઘણા સ્માર્ટફોન યુઝર્સ પોતાનો ફોન સ્વિચ ઓફ કે રિસ્ટાર્ટ કરતા નથી.