January 21, 2025

નવસારીમાં સીઆર પાટીલને જંગી લીડથી જીતાડવા માટે ‘WE ARE FOR CR’ સ્લોગનનો સંકલ્પ

જીગર નાયક, નવસારી: લોકસભા સમાન્ય ચુંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા પ્રચારની કામગીરી શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો , દિગ્ગજ નેતાઓ તથા VIP મુવમેન્ટની પણ શરૂઆત થઈ ગઈ છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના સમસ્ત લેઉઆ પાટીદાર સમાજની વાડી ખાતે 25 નવસારી લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા સાથેના ‘બૃહદ બેઠક તથા સંવાદ કાર્યક્રમમાં’ ઉપસ્થિતિ રહ્યા હતા.

‘WE ARE FOR CR’ સાથેના સ્લોગન સાથે સંકલ્પબદ્ધ બન્યા
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ભાજપના અગ્રણીઓ, કાર્યકરો તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 25 નવસારી લોકસભા સીટ પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે કાર્યકર્તાઓ ‘WE ARE FOR CR’ સાથેના સ્લોગન સાથે સંકલ્પબદ્ધ બન્યા હતા. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠક તથા પ્રભાવિ મતદારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સંવાદ કાર્યકમ યોજાયો છે. આ બેઠકમાં નવસારી લોકસભા મત વિસ્તારના પક્ષના કાર્યકર્તાઓ અને પ્રભાવશાળી નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણ યોજના અર્થ માહિતગાર કરવામાં આવ્યા હતા. મતદારો સમક્ષ મોદી સરકારની યોજનાઓ સાથે વિકાસ કામો લઈને જવા સાથે ભવિષ્યમાં રાજય અને ભારત સરકારના કામો અર્થે માર્ગદર્શન આપ્યું હતું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે આદિજાતિ વિસ્તારના ગામેગામ પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઊભી કરી હતી.

આ પણ વાંચો: વાઘરેચ ગામના સરપંચનો અનોખો પ્રયોગ, વેરો ભરનારને ગિફ્ટમાં મોબાઇલ-ટીવી

સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ
વધુમાં તેમણે જણાવ્યું કે 2047 સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે સાથે મતદાતાઓને આકર્ષણ માટે ભારતીય જનતા રાજકીય પક્ષે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. આજ રોજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર નવસારી લોકસભા મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી ચુંટણીલક્ષી કાર્ય માટે આયોજન તથા અમલીકરણ માટે ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .

વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ અને વાર્તાલાપ કર્યો
ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો મુલાકાત લઇ રહ્યા છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ભાજપ કાર્યકર્તાઓ , જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ અને વાર્તાલાપ કર્યો હતો.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ અને નવસારી પ્રભારી જનક બગદાણાવાળા પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની નવસારી લોકસભાના પ્રભારી મહેન્દ્ર પટેલ નવસારી લોકસભાના સંયોજક અશોક ધોરાજીયા, મહામંત્રી અશ્વિન પટેલ, ગણપત મહાલા, જીગ્નેશભાઈ નાયક તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.