ગણતંત્ર સ્પેશિયલ: બોમ્બે સેપર્સની બહાદુરી વિશે જાણો…
આજે ગણતંત્ર દિવસની પરેડમાં બોમ્બે સેપર્સે ભાગ લીધો હતો. તેમનું કામ યુદ્ધ દરમિયાન સેના માટે કોઈપણ પ્રકારની અડચણ દૂર કરવાનું છે. તેઓ સેનાની સાથે સાથે દેશમાં આવતી કુદરતી આફતો સમયે પણ લોકોને મદદ કરે છે. પાકિસ્તાન સામે તેમની લશ્કરી ટેક્નીકના કારણે આજે રાજૌરી દેશનો ભાગ છે.
આ પણ વાંચો: પ્રથમ ગણતંત્ર દિવસ પર કેવી સ્થિતિ હતી?
આજે ગણતંત્ર દિવસ પર ખાસ બોમ્બે સેપર્સની વાત કરવા જઈ રહ્યા છે. આજે આપણે એવા લોકો વિશે વાત કરીશું જેઓ યુદ્ધમાં સૌથી પહેલા જાય છે અને સૌથી છેલ્લે બહાર આવે છે. જોકે તેનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. આ પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર તેઓ પણ પરેડ કરશે. આ બોમ્બે સેપર્સ છે. જેને બોમ્બે એન્જિનિયરિંગ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ બોમ્બે સેપર્સમાંથી છે.
તેમનો 200 વર્ષનો ઈતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. આઝાદી પહેલાં બહાદુરી માટેનો પહેલો વિક્ટોરિયા ક્રોસ બોમ્બે સેપર્સને એનાયત કરવામાં આવ્યો હતો. રાજૌરી તેમની બહાદુરીના કારણે જ ભારતનો ભાગ રહી શક્યું. પાકિસ્તાન સામે લશ્કરી ટેક્નોલોજીનો તેમનો ઉપયોગ ઘણો અસરકારક રહ્યો છે. સેપર્સ ખરેખર એવી ટીમ છે જે સેનાને આવતી અડચણોને દૂર કરે છે. સેપર્સ કોઈપણ યુદ્ધમાં સેના માટે રોડ કે પુલ તૈયાર કરવાનું કામ કરે છે. લેન્ડમાઈન પાથરવાનું અને પછી હટાવવાનું કામ પણ તેમના ભાગે આવે છે. યુદ્ધ સિવાય તેઓ કોઈપણ પ્રકારની દુર્ઘટના કે કુદરતી આફતમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. કાશ્મીરનું પૂર હોય કે ભુજનો ભૂકંપ તેઓએ દરેક સમયે આગળ વધીને કામ કર્યું છે. તેઓએ ઉત્તરકાશીના સિલ્ક્યારાની સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ પણ કર્યું હતું.