Republic Day : ‘રોકેટ ગર્લ્સે’ રચ્યો ઈતિહાસ, કર્તવ્ય પથ પર ભારતના શૌર્યનું પ્રદર્શન
આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી થઈ હતી. સમગ્ર વિશ્વએ આજે કર્તવ્ય પથ પર ભારતની તાકાતના દરસ્યો જોયા અને સાથે જ મહિલા શક્તિની બહાદુરી પણ જોઈ છે. પ્રથમ વખત, સશસ્ત્ર દળોની તબીબી સેવાની મહિલા ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી. પ્રથમ વખત, મહિલા ત્રિ-સેવા ટુકડીએ પણ પરેડમાં ભાગ લીધો હતો. ગણતંત્ર દિવસના અવસરે, નોર્થ-ઈસ્ટની 45 છોકરીઓના બેન્ડે પણ પ્રથમ વખતકર્તવ્ય પથ પર કૂચ કરી હતી. આ બેન્ડે પ્રથમ વખત નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ગણતંત્ર દિવસ શિબિરમાં ભાગ લીધો હતો. બેન્ડની છોકરીઓની ઉંમર 13-15 વર્ષની હતી. આ બેન્ડ કર્તવ્ય પથ પર ઉત્તર-પૂર્વના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. બેન્ડ ‘સારે જહાં સે અચ્છા’ની ધૂન વગાડતા કર્તવ્ય પથ પર કૂચ કરીને પસાર થયું હતું. આ બેન્ડમાં કોહિમા અને ગુવાહાટીની શાળાઓની વિદ્યાર્થીનીઓ સામેલ હતી.
#WATCH | Marching for the first time ever on Kartavya Path — an all-women contingent of the Armed Forces Medical Services, led by Major Srishti Khullar with Capt Amba Samant from Army Dental Corps, Surg Lt Kanchana from Indian Navy, Flt Lt Dhivya Priya from Indian Air Force.… pic.twitter.com/nJdR3NpUBu
— ANI (@ANI) January 26, 2024
મહિલા ત્રિ-સેવા ટુકડીએ કૂચ કરી
75મો પ્રજાસત્તાક દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે કર્તવ્ય પથ પર નારી શક્તિની બહાદુરી જોવા મળી છે. પ્રથમ વખત, સશસ્ત્ર દળોની તબીબી સેવાઓની તમામ મહિલા ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી. જેનું નેતૃત્વ મેજર સૃષ્ટિ ખુલ્લરે કર્યું હતું. આ ટુકડીમાં આર્મી ડેન્ટલ કોર્પ્સના કેપ્ટન અંબા સામંત, ભારતીય નૌકાદળના સર્જન લેફ્ટનન્ટ કંચના અને ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ દિવ્યા પ્રિયાનો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત મહિલાઓની ત્રિ-સેવા ટુકડીએ પણ ભાગ લીધો હતો. મિલિટરી પોલીસના કેપ્ટન સંધ્યાએ તેનું નેતૃત્વ કર્યું હતું. જેમાં અગ્નિવીર અને સેનાના સભ્યો સામેલ હતા. જેમાં 148 મહિલા સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
#WATCH गणतंत्र दिवस परेड में पहली बार महिलाओं की त्रि-सेवा टुकड़ी ने हिस्सा लिया।#RepublicDay2024 pic.twitter.com/usYTsLA8vt
— ANI_HindiNews (@AHindinews) January 26, 2024
CRPF, ITBP મહિલા જવાનોએ પોતાની તાકાત બતાવી
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ બસ (CRPF)ના મહિલા બેન્ડે પણ કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. આ બેન્ડે ‘દેશ કે હૈં હમ રક્ષક’ની ધૂન વગાડતા પરેડમાં કૂચ કરી હતી. CRPF મહિલા બેન્ડનું નેતૃત્વ કોન્સ્ટેબલ સોસા અલ્પાબેન કરી રહ્યા હતા. આ પછી CRPFની મહિલા માર્ચ ટુકડી સલામી આપતા સ્ટેજની સામેથી પસાર થઈ હતી. તેઓ ‘પીસકીપર ઓફ ધ નેશન’ તરીકે ઓળખાય છે. જેનું નેતૃત્વ 234મી બટાલિયન વિશાખાપટ્ટનમના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મેઘના નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. ITBP માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મોનિયા શર્માએ કર્યું હતું. આ ભવ્ય ટુકડીમાં ત્રણ ગૌણ અધિકારીઓ અને વિવિધ રેન્કની 144 મહિલા સૈનિકો પણ સામેલ હતી.
#WATCH | India's 'Nari Shakti' on display as women soldiers march down the Kartavya Path on the 75th Republic Day pic.twitter.com/9HK3Q0otGo
— ANI (@ANI) January 26, 2024
બીએસએફની મહિલા બ્રાસ બેન્ડ દ્વારા મહિલા શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું
બીએસએફ મહિલા બ્રાસ બેન્ડે પણ કર્તવ્ય પથ પર પ્રથમ વખત ભાગ લીધો હતો. સીમા સુરક્ષા દળની મહિલા ટુકડીએ ‘નારી શક્તિ’નું પ્રદર્શન કર્યું હતું. જેનું નેતૃત્વ સુબેદાર ઈન્સ્પેક્ટર શ્વેતા સિંહે કર્યું હતું. આ બેન્ડે ‘ભારત કે જવાન’ની ધૂન વગાડી હતી. દિલ્હી પોલીસના તમામ-મહિલા બેન્ડે પણ પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો અને તેનું નેતૃત્વ બેન્ડ માસ્ટર સબ ઈન્સ્પેક્ટર રુયાંગનુઓ કેન્સે કર્યું હતું.
#WATCH | First time on Kartavya Path, the BSF Mahila Brass Band, and the women contingent of the Border Security Force depict 'Nari Shakti' – the women power in the country pic.twitter.com/Ek3U5cXcCC
— ANI (@ANI) January 26, 2024
નેવી અને એરફોર્સની મહિલા સૈનિકોએ બહાદુરી બતાવી
ભારતીય વાયુસેના માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર રશ્મિ ઠાકુરે કર્યું હતું અને તેમાં સ્ક્વોડ્રન લીડર સુમિતા યાદવ, સ્ક્વોડ્રન લીડર પ્રતિતિ આહલુવાલિયા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ કિરીટ રોહિલ સામેલ હતા. ભારતીય નૌકાદળની ઝાંખી પણ પરેડમાં પસાર થઈ હતી, જેમાં ‘મહિલા શક્તિ’ અને ‘આત્મનિર્ભરતા’ની થીમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમણે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને નૌકાદળના જહાજો દિલ્હી, કોલકાતા અને શિવાલિક અને કલાવરી ક્લાસ સબમરીન પણ દર્શાવ્યા હતા.
#WATCH | Indian Air Force tableau takes part in #RepublicDay2024 parade.
The tableau displays the theme 'Bharatiya Vayu Sena: Saksham, Sashakt, Atmanirbhar'. The tableau commanders are Flt Lt Ananya Sharma and Flying Officer Asma Shaikh. pic.twitter.com/2vM8gNjNEp
— ANI (@ANI) January 26, 2024
ભારતની ‘રોકેટ ગર્લ્સે’ ઈતિહાસ રચ્યો
ભારતની ‘રોકેટ ગર્લ્સે’ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. ISROની ઝાંખી ‘ચંદ્રયાન-3 – એ સાગા ઇન ઈન્ડિયન સ્પેસ હિસ્ટ્રી’ પરેડમાં કર્તવ્ય પથ પરથી પસાર થઈ હતી. આ ટેબ્લો પરથી આઠ મહિલા વૈજ્ઞાનિકોએ હાથ મિલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ટેબ્લોમાં ચંદ્ર પર શિવ-શક્તિ પોઇન્ટ, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 220 મહિલા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.