January 23, 2025

આ ક્રિકેટરે મેચ માટે ભાઈના લગ્નમાં હાજરી ના આપી

Women Asia Cup 2024: મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હાર આપી દીધી છે. આ મેચ દરમિયાન રેણુકા સિંહે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેમનો રમત માટેનો પ્રેમ પણ ગજબનો છે. પછી તમે તેને દેશ પ્રેમ કે પછી રમત પ્રેમ ગમે તે કહી શકો છો. કારણ કે માત્ર આ મેચ રમવા માટે રેણુકાએ તેના ભાઈના લગ્નમાં પણ હાજરી આપી ન હતી.

ભાઈના મેરેજ છોડ્યા
મહિલા એશિયા કપ 2024 19 જુલાઈથી ગઈ કાલથી શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચમાં નેપાળની ટીમે UAEને હરાવ્યું અને બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. રેણુકાએ આ મેચ માટે પોતાના ભાઈના મેરેજ છોડ્યા હતા અને ગઈ કાલની મેચ રમી હતી. આ ક્રિકેટરનું કહેવું છે કે જો તેણે દેશ માટે મેચ રમવી ન હોત તો તે કોઈપણ કિંમતે તેના ભાઈના લગ્નને ચૂકી ન હોત.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

કોણ છે આ ખેલાડી?
રેણુકા સિંહના ભાઈના લગ્ન 19મી જુલાઈની સાંજે હિમાચલ પ્રદેશમાં થયા હતા, પરંતુ રેણુકા સિંહ લગ્નમાં સામેલ થઈ શક્યા ન હતા. પાકિસ્તાનની સામે ટીમ ઈન્ડિયામાં રેણુકા હતી. જોકે મેચ પુરી થતાની સાથે જ રેણુકાએ વિડીયો કોલ પર લગ્નની વિધિ જોઈ હતી.

માતાને કહ્યું પહેલા દેશ પછી લગ્ન
એક મીડિયા સાથેની વાતમાં રેણુકાની માતાએ કહ્યું કે રેણુકા તેના ભાઈના લગ્ન માટે ઘરે આવવાની હતી, પરંતુ તેણે કહ્યું કે મેચને કારણે તે લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. થોડા દિવસ પહેલા રેણુકાએ ફોન કરીને જાણ કરી હતી કે લગ્નના દિવસે મેચ છે. મારા માટે પહેલા દેશ અને પછી લગ્ન છે. હું લગ્નમાં હાજર રહી શકીશ નહીં.રેણુકા સિંહના ગઈ કાલના પ્રદર્શનની વાત કરવામાં આવે તો જોરદાર પ્રદર્શન રહ્યું હતું. રેણુકા સિંહે શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી