December 16, 2024

ઘરમાં રહેલી આ વસ્તુથી દૂર કરો તમારા ડાર્ક સર્કલ

અમદાવાદ: ભારતીય રસોડામાં રહેલી વસ્તુઓ ખાનપાનની સાથે સાથે બ્યૂટી કેરમાં સારી માનવામાં આવે છે. માર્કેટમાં ત્વચાની સંભાળ માટે ઘણી બ્યૂટી પ્રોડક્ટનો મળે છે. તેના કારણે ઘણા સાઈડઈફેક્ટસ પણ છે. તેની જગ્યાએ ઘરેલુ નુસ્કાઓમાં આંખોની નીચે બનેલા કાળા ડાર્ક સર્કલ પણ સરળતાથી દુર થઈ શકે છે. ડાર્ક સર્કલના કારણે ચહેરાની સુંદરતા પર અસર થાય છે. તેને દુર કરવા સરળ નથી, પરંતુ તમે ઘરેલુ ઉપાયથી સરળતાથી તેને દુર કરી શકો છો.

ડાર્ક સર્કલ કેમ થાય છે?
ડાર્ક સર્કલથી છુટકારો મેળવતા પહેલા તે શા માટે થાય છે તે જાણવું જરૂરી છે. આંખોની આજુબાજુની ત્વચા કાળી પડી જવાને ડાર્ક સર્કલ કહેવાય છે. વધતી ઉંમર, શરીરમાં પાણીની ઉણપ અને અન્ય કારણોસર આંખોની આસપાસ ડાર્ક સર્કલ બનવા લાગે છે. જો કે, ઊંઘની ઉણપ અને તણાવ જેવા ઘટકો તેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ એક પ્રકારનું પિગમેન્ટેશન માનવામાં આવે છે અને એકવાર તે થઈ જાય પછી તેને સરળતાથી દૂર કરી શકાતું નથી.

ડાર્ક સર્કલ માટે ઘરેલું ઉપચાર
બટાકાનો રસ
તે શાકભાજી ટેનિંગ, પિગમેન્ટેશન અને ડાર્ક સર્કલને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. સસ્તામાં ઉપલબ્ધ બટાકાના રસમાં સ્ટાર્ચ હોય છે. જો તમે તેને નિયમિતપણે ત્વચા પર લગાવો છો, તો ત્વચા પર સકારાત્મક ફેરફારો દેખાવા લાગે છે. તમારે માત્ર એક બાઉલમાં બટેકાનો રસ કાઢવાનો છે અને તેને રૂની મદદથી આંખોની આસપાસ લગાવવાનો છે. ધ્યાન રાખો કે ભૂલથી પણ તે આંખોમાં ન જાય.

કાકડીનો રસ
ભેજના અભાવે આંખોની ત્વચાની નીચે ડાર્ક સર્કલ પણ બનવા લાગે છે. તમે તેને કાકડીના રસથી દૂર કરી શકો છો. એક વાસણમાં કાકડીનો રસ કાઢીને ત્વચા પર લગાવો. જો કે આંખો પર કાકડીના ટુકડા મૂકીને પણ તફાવત જોઈ શકાય છે. કાકડી ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળામાં કાકડીનું વધુ સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભાની ચૂંટણી! રાહુલ ગાંધીને લઇને નિર્ણય પેન્ડિંગ

એલોવેરા જેલ
ઘરના બગીચામાં ઉગાડતી એલોવેરા જેલ સૌંદર્યની સંભાળમાં શ્રેષ્ઠ છે. તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ ત્વચાને સુધારવામાં મદદ કરે છે. તેનાથી મૃત કોષો દૂર થાય છે અને ચહેરો કુદરતી રીતે ગ્લો કરે છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા આંખોની આસપાસ એલોવેરા ઘસો.

ગ્રીન ટીની થેલીઓ
ડાર્ક સર્કલ દૂર કરવા તમે ગ્રીન ટીની મદદ પણ લઈ શકો છો. તેમાં હાઇડ્રેટિંગ ગુણધર્મો છે અને તે ત્વચાના સમારકામમાં પણ મદદ કરે છે. જો તમે ઇચ્છો તો તમે તમારી આંખો પર વપરાયેલી ગ્રીન ટી બેગ રાખી શકો છો.