January 27, 2025

IPL મેચ ફિક્સિંગ મામલે પૂર્વ IPSને રાહત, મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ

Indian Cricket ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્ત IPS જી સંપત કુમાર વિરુદ્ધ અવમાનનાની અરજી દાખલ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે સંપત કુમારને કેસના જવાબમાં નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી લેખિત દલીલોમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી માટે 15 દિવસની જેલની સજા ફટકારી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સોમવારે વચગાળાનો સ્ટે
સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. મહેન્દ્ર સિંહ ધોની દ્વારા દાખલ કરાયેલા કોર્ટના અવમાનના કેસમાં નિવૃત્ત આઈપીએસ અધિકારીને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી 15 દિવસની જેલની સજા પર સોમવારે વચગાળાનો સ્ટે મૂકવામાં આવ્યો છે. જસ્ટિસ એએસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે કુમારની અરજી પર નોટિસ જારી કરી હતી. તમને જણાવી દઈએ આ કેસની આગામી સુનાવણી 8મી માર્ચના હવે કરવામાં આવશે. હાઈકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે કુમારને ગુનાહિત અવમાનના માટે દોષિત ઠેરવ્યો હતો. તિરસ્કારની અરજીમાં ધોનીએ રૂપિયા 100 કરોડના માનહાનિના દાવાના જવાબમાં દાખલ કરેલા તેમના લેખિત નિવેદનમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ બદલ કુમારને સજા કરવાની માંગ કરી હતી. ધોનીએ 2014માં (IPL) સટ્ટાબાજીના કૌભાંડમાં લોકપ્રિય ક્રિકેટરનું નામ લેવા બદલ પૂર્વ પોલીસકર્મી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

શું છે સમગ્ર મામલો?
ધોનીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેણે પોતાની અરજીમાં 100 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. આ કેસમાં પૂર્વ આઈપીએસ જી સંપત કુમારે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી.સુપ્રીમ કોર્ટે સીલબંધ કવર હેઠળ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેને વિશેષ તપાસ ટીમને સોંપ્યો ન હતો. જો કે , ધોનીએ તેની અરજીમાં દલીલ કરી હતી કે સંપતે કહ્યું હતું કે સીલબંધ એન્વલપને રોકવા પાછળ સુપ્રીમ કોર્ટનો હેતુ હતો.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

Dhoni પહેરે છે આ ખાસ બેન્ડ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ સ્પેશિયલ બેન્ડ પહેરેલો જોવા મળે છે. તે બેન્ડ ફિટનેસનો છે જેનું નામ WHOOP છે. WHOOP બેન્ડ માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના બીજા ખેલાડીઓ પણ પહેરતા જોવા મળ્યા છે. આ ફિટનેસ બેન્ડ વિશ્વભરના ટોચના એથ્લેટ્સમાં ખૂબ લોકપ્રિય જોવા મળે છે.