Jioએ બે સસ્તા રિચાર્જ પ્લાનમાં કર્યા મોટા ફેરફારો
Reliance Jio: જો તમે રિલાયન્સ જિયો સિમનો ઉપયોગ કરી રહ્યા છો તો કરોડો ગ્રાહકોને કંપનીએ મોટો ઝટકો આપ્યો છે. Jioએ બે રિચાર્જ પ્લાનની કિંમતોમાં ફેરફાર કર્યો છે. આવો જાણીએ આ ફેરફાર શું કરવામાં આવ્યો છે.
Jioનો 19 રૂપિયાનો પ્લાન
19 રૂપિયાનું ડેટા વાઉચર ખરીદો છો, તો તમને પ્લાનની વેલિડિટી 84 દિવસની મળતી હતી. હવે તેમાં 1 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવશે. જે પહેલા 84 દિવસની વેલિડિટી આપવામાં આવતી હતી. Jio તેના ગ્રાહકોને 19 રૂપિયાના પ્લાનમાં 1GB ડેટા ઓફર મળી રહેશે.
આ પણ વાંચો: રાજ્યભરમાંથી સેવકો 1 જાન્યુઆરીએ સતાધાર આવશે, પોસ્ટરો થયા સોશિયલ મીડિયામાં વાયરલ
Jio નો 29 રૂપિયાનો રિચાર્જ પ્લાન
આ પ્લાનમાં કંપની ગ્રાહકોને 2GB ડેટા મળે છે. જો તમે આ ડેટા વાઉચર ખરીદો દો છો તમને 2 દિવસમાં તેનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમે તેનો ઉપયોગ નહીં કરો તો 2 દિવસમાં તે લેફ્ટ થઈ જશે.