February 21, 2025

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની પસંદગી બાદ પહેલું નિવેદન, કહ્યું- હું દિલ્હીના વિકાસ માટે…

Delhi New CM: દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આખરે આજે સાંજે કરવામાં આવી છે. આજે ધારાસભ્ય દળની બેઠક બાદ ભારતીય જનતા પાર્ટીએ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. તેઓ દિલ્હીના 9મા મુખ્યમંત્રી બનશે. આ સાથે, તે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી પણ બનશે. મુખ્યમંત્રી પદ માટે ચૂંટાયા બાદ રેખા ગુપ્તાનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે.

રેખા ગુપ્તાએ શું કહ્યું?
રેખા ગુપ્તાએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ભાજપના ટોચના નેતૃત્વ અને ધારાસભ્ય દળનો આભાર માન્યો. રેખા ગુપ્તાએ કહ્યું- “મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ હું ભાજપ અને ધારાસભ્ય દળના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું દિલ્હીના વિકાસ માટે મારી જવાબદારી નિભાવવા તૈયાર છું.”