હોળીમાં મહેમાનો માટે તૈયાર કરો પોટેટો કટલેટ
Holi 2024: હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. બધા તહેવારોની જેમ આ તહેવાર પણ હળમળીને ઉજવવામાં આવે છે. લોકો એકબીજાના ઘરે જાય છે. રંગ લગાડે છે. અને સાથે મળીને હોળીની ઉજવણી કરે છે. આ ઉજવણીની સાથે પેટપુજા પણ એટલી જ જરૂરી છે. રંગોના તહેવારની ઉજવણીની સાથે લોકો નવા નવા વ્યજંનો પણ ખાતા હોય છે. જો તમારા ઘરે પણ મહેમાનો આવવાન હોય તે તમે પણ નાસ્તાની તૈયારી કરી લો. આજે અમે તમારા માટે ઝટપટ તૈયાર થાય એવા નાસ્તાની રેસીપી લઈને આવી છું.
પોટેટો કટલેટ
સામગ્રી
એક ચમચી વેજીટેબલ ઓઈલ
પીસેલું આદુ
એક કપ સમારેલા ગાજર
કઠોળ
ચાટ મસાલો
ગરમ મસાલા પાવડર
કાળા મરી પાવડર
બેઝ કપ બાફેલી મકાઈ
બાફેલા બટાકા
તાજા ધાણા
ફુદીનો
ચમચી લીંબુનો રસ
એક કપ બ્રેડનો ભૂકો
રીત
કટલેટ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી અને આદુ નાખીને થોડીવાર સાંતળો. એ બાદ તેમાં બારીક સમારેલા ગાજર, કોબી, કઠોળ, વટાણા, લીલા મરચાં અને બાફેલી મકાઈ નાખીને થોડીવાર પકાવો. હવે તેમાં તમારા સ્વાદ પ્રમાણે મસાલા જેવા કે મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો અને કાળા મરીનો પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરો. પછી ગેસ પરથી તપેલીને કાઢી લો અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા માટે રાખો. બટેટા, પનીર, ફુદીનો, ધાણાજીરું, લીંબુનો રસ અને બ્રેડ ક્રમ્બ્સ તમારી પસંદગી મુજબ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં લોટ, મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં થોડું પાણી ઉમેરીને આ પેસ્ટની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે પહેલા તૈયાર કરેલા વેજી મિશ્રણમાંથી નાની પેટીસ લો અને તેને લોટમાં બોળી લો. જો તમે ઇચ્છો તો તમે તેને બ્રેડક્રમ્સમાં કોટ કરીને પણ ફ્રાય કરી શકો છો. હવે તમારી કટલેટ તૈયાર છે. તેને મહેમાનોને સર્વ કરો.