September 8, 2024

રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે! કેન્દ્રીય બજેટમાં આ મોટી જાહેરાત

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં સામાન્ય બજેટ 2024 રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગ માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જે રિચાર્જ પ્લાનની કિંમતોને અસર કરી શકે છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓ ફરી એકવાર રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી શકે છે.

ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 2024-25નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સમયે એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જેના કારણે ફોન વપરાશ કરતા લોકોને વધારે બોજ વધી શકે છે. જેમાં કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ ઈક્વિપમેન્ટ પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ (PCBA) પર ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેની સીધી અસર મોબાઈલ યુઝર્સ પર પડી શકે છે.

આ પણ વાંચો: દુનિયાના લીડર્સનો AI અવતાર, મસ્કે મોદીને બતાવ્યાં મલ્ટિકલરમાં

રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો
થોડા દિવસ પહેલા Reliance Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે, ટેલિકોમ ઇક્વિપમેન્ટ પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ (PCBA) પર ડ્યૂટીમાં વધારો થવાને કારણે, ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. ગ્રાહકોને ફરી એકવાર રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારાનો સામનો કરવો પડી શકે છે.