December 19, 2024

હાથના ઈશારાથી કામ કરશે આ ફોન! જાણો તમામ માહિતી

અમદાવાદ: આજના સમયમાં લોકોને હાથના ઈશારાથી કામ થઈ જાય તેવું પસંદ છે. ત્યારે માર્કેટમાં એવો ફોન આવી ગયો છે જેને તમે માત્ર ઈશારાથી જ ચલાવી શકો છો. Realme Narzo 70 Pro 5G સ્માર્ટફોન આજે ભારતમાં આજે લોન્ચ થયો છે.

સ્પર્શ વિના કાર્ય
Realme Narzo 70 Pro 5G સ્માર્ટફોન આજે ભારતમાં લોન્ચ થયો છે. આ ફોન લોન્ચ થાય તે પહેલા તેના ફીચર્સ કન્ફર્મ કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન તમે સ્પર્શ કર્યા વિના હાથના ઈશારાથી નિયંત્રિત કરી શકશો. આ ફોન જ્યારે લોન્ચ થશે તે સમયે ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. જોકે ખાસ વાત એ છે કે આ ફિચર્સની પુષ્ટિ Realme પોતે કરી છે.

આ સુવિધા મળશે
Realme Narzo 70 Pro 5G ફોન વિશે કંપનીએ પુષ્ટિ કરી છે. ગ્રાહકોને આ ફોનમાં 65 ટકા જેટલી ઓછી બ્લોટવેર એપ્સ ઇન્સ્ટોલ કરાશે. બ્લોટવેર એપ્સ એવી એપ્સ છે જે કંપની દ્વારા તમારા નવા ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે જે ફોનમાં જ મળી આવશે. તમને જણાવી દઈએ કે આ ફોનની ખાસ વાત એ છે કે આ ફોન ક્રિએટિવ એર જેસ્ચર કંટ્રોલ સાથે મળશે.

આ ફિચર્સ મળશે
ઓફિશિયલ સાઈટ ઉપર આપેલી માહિતી અનુસાર Realme Narzo 70 Pro 5G સ્માર્ટફોનમાં 2000 nits ની પીક બ્રાઈટનેસ અને રેઈનવોટર સ્માર્ટ ટચ સપોર્ટ કરતું જોવા મળશે. આ ફોનમાં તમને 5G પ્રોસેસર મળશે. આ સાથે તમને 8 જીબી મળશે. તમને ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 5000 mAh ની પાવરફુલ બેટરી પણ મળશે. આ ફોનની સાથે ચાર્જર પર તમને મળશે.