November 5, 2024

ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ કરતા પહેલા આ જરૂર વાંચો

Destination Wedding: આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં લગ્ન માટે શહેરથી દૂર એક ખાસ જગ્યા પસંદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો શહેરની ધમાલથી દૂર લગ્ન કરવાનું પસંદ કરે છે. જેમાં ફક્ત નજીકના પરિવાર અને મિત્રો જ હાજરી આપે છે. આ પ્રકારના લગ્ન દ્વારા ખર્ચને ઘણી હદ સુધી બચાવી શકાય છે. બોલિવૂડ સેલિબ્રિટીઓને જોયા બાદ ઘણા લોકો ડેસ્ટિનેશન વેડિંગ તરફ વળવા લાગ્યા છે. તાજેતરમાં રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની ગોવામાં લગ્ન માટે ગયા હતા. તમે અને તમારા પરિવારના સભ્યો પણ ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન કરી રહ્યા હોય તો આ લેખ ખાસ તમારા માટે છે.

મેન્ડ્રેમ બીચ
આ બીચ પર તમને રહેવા માટે ઘણા સુંદર રિસોર્ટ મળશે. તમે દરેક વેડિંગ ફંક્શન માટે મેન્ડ્રેમ બીચ બુક કરી શકો છો. આ બીચ પરથી તમે સૂર્યાસ્તના નજારા સાથે મસ્ત ફોટા ક્લિક કરી શકો છો. આ ઉપરાંત સનસેટ સમયે લગ્નના સાત ફેરા પણ ફરી શકો છો. ફોટોની વાત કરીએ તો આ ગોવાના સૌથી અદભૂત બીચમાંથી એક છે. તમને અહીં દરેક બજેટમાં રિસોર્ટ્સ મળશે.

કેન્ડોલિમ બીચ
ગોવાનો આ બીચ ખૂબ જ રોમેન્ટિક માનવામાં આવે છે. તે કપલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. તમારા ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે શહેરની ધમાલથી દૂર તમે કેન્ડોલિમ બીચ પસંદ કરી શકો છો. અહીં તમે સ્વચ્છ રેતીના ટેકરાઓનો આનંદ માણી શકો છો.

અંજુના બીચ
જો તમે તમારા લગ્ન પ્રકૃતિની વચ્ચે કરવા માંગતા હોય તો અંજુના બીચ તમારા માટે એકદમ પરફેક્ટ છે. આ બીચ અરબી સમુદ્રના કિનારે આવેલું છે. આ બીચ લગ્નોમાં સુંદર ફોટોઝના કારણે લોકોમાં ખુબ જ પોપ્યુલર છે. અંજુના બીચ પર આવેલા ખડકો આ બીચને વધુ સુંદર બનાવે છે.