RCB સામે હાર બાદ ગમમાં પડ્યા રાજસ્થાનના CEO? દારૂની દુકાન તરફ ગયાનો વીડિયો વાયરલ

RCB vs RR: બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં RCBની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોકે આ મેચમાં રાજસ્થાનની ટીમની હાર થઈ હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રાજસ્થાનના સીઈઓ જેક લશ મેક્રમ બેંગલુરુમાં એક દારૂની દુકાન તરફ જતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલે બનાવી દીધો ખાસ રેકોર્ડ, કોહલી રોહિત પણ થયા નિષ્ફળ

દારૂની દુકાન તરફ જતા સીઈઓ દેખાયા
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાજસ્થાનના સીઈઓ જેક લશ મેક્રમ બેંગલુરુમાં એક દારૂની દુકાન તરફ જતા જોવા મળી રહ્યા છે. આ પછી લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં RCB ચાહકે મજાકમાં કહ્યું કે મેકક્રમ ટીમની હારનું દુઃખ ભૂલી જવા માટે દારૂ પીવા માંગે છે. વીડિયોમાં જેક લશ મેકક્રમ બેંગલુરુના પ્રખ્યાત દારૂની દુકાન ‘ટોનિક’ તરફ જતા જોઈ શકાય છે.