આજે RCB vs LSG વચ્ચે થશે ‘મહામુકાબલો’
IPL 2024: આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને LSG વચ્ચે મેચ છે. આ મેચને લઈને બંને ટીમ સંપૂર્ણ તૈયાર છે. આ વચ્ચે હજુ પણ કેએલ રાહુલને લઈને ચિત્ર ક્લિયર થયું નથી. આ મેચ જ્યાં રમાવાની છે તે RCBનું હોમ ગ્રાઉન્ડ છે. જેના કારણે તે RCB માટે ખુશીની વાત કહી શકાય.
મેદાનમાં ઉતરશે
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 15મી મેચ રમાવાની છે. જેમાં RCB અને LSG સામ સામે ટકરાશે. RCBનું હોમ ગ્રાઉન્ડ ઉપર આજની મેચ રમાવાની છે. હવે ઘર આંગણે RCBને હાર મળે છે કે જીત હવે જોવાનું રહ્યું. પરંતુ મોટા ભાગની ટીમ ઘરઆંગણે થનારી મેચમાં જીત પ્રાપ્ત કરી રહી છે. જેના કારણે બની શકે કે RCBને જીત મળી શકે છે. ત્યારે આજની મેચમાં બંને કેપ્ટન કઈપ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે આવો જાણીએ.
મેચ જીતી છે
RCB અને LSGએ અત્યાર સુધીમાં એક-એક મેચ જીત પ્રાપ્ત કરી છે. બેંગલુરુ ઘરઆંગણે હારનારી પહેલી ટીમ બની હતી. LSGની વાત કરીએ તો ટીમે પ્રથમ મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. પરંતુ અફસોસ બીજી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે બંને ટીમ હાલ સમાન પોઈન્ટ પર છે. આ બંને ટીમ પોઈન્ટ ટેબલના ટોપ 4માંતી હાલ બહાર છે. આજની મેચમાં જેનો વિજય થશે તે ટીમને પોઈન્ટ ટેબલમાં સ્થાન મળશે.
આ પણ વાંચો: મેમરીઝ સાથે માઈલસ્ટોન દિવસ, 28 વર્ષ બાદ ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા
કોઈ શક્યતા નથી
આજે આરસીબી અને એલએસજીની પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફારની શક્યતા જોવા મળી રહી નથી. છેલ્લી આરસીબીની જ્યારે મેચ હતી તે દરમિયાન તેણે પહેલા બિટિંગ કરી હતી. એક અંદાજ મુજબ આજની મેચમાં પણ આ રીતે જ કરવામાં આવી શકે છે. જો ટીમ પહેલા બોલિંગ કરવાનું થાય છે તો શક્ય છે કે રીસ ટોપલીને તક મળે અને તે પ્લેઈંગ ઈલેવનમાં રમતા જોવા મળી શકે છે. હાલ તો આ મેચમાં રાહુલને લઈને કોઈ ચિત્ર ક્લિયર નથી.
લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, ક્રુણાલ પંડ્યા, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, એમ સિદ્ધાર્થ, કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિકલ આ ખેલાડી ઓ છે.
આરસીબીની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર/મહિપાલ લોમરોર, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, મયંક ડાગર, વિષક વિજયકુમાર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ આ ખેલાડીઓ છે.