એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર થશે આમનેસામને
IPL 2024: આજના દિવસે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને સામને થશે. RCB અને KKR વચ્ચે IPL 2024ની 10મી મેચ આજે રમાશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ પહેલાની મેચમાં બંને ટીમે મેચ જીતી હતી. જેમાં આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવ્યું જ્યારે કેકેઆરએ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
આજની મેચમાં ધૂમ મચાવશે
આજે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મેચ રમાશે. આ મેચનું આયોજન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મેચ જે સ્ટેડિયમમાં રમાવાની છે તે મોટા સ્કોર અને ઈનિંગ્સ માટે જાણીતું છે. આજના દિવસે પણ કંઈક નવો રેકોર્ડ બની શકવાની શક્યતા જોવા મળી રહી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 263 રન છે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2013માં પુણે વોરિયર્સ સામે બનાવ્યો હતો. આ મેદાનમાં બેટ્સમેનનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ જોવા મળ્યું છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજની મેચમાં બેટ્સમેનો કંઈક નવો રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો: આઉટ થયા બાદ ઋષભ પંતે ગુસ્સામાં કર્યું આવું, જુઓ વીડિયો
KKRની ટીમ
નીતિશ રાણા, મનીષ પાંડે, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, શાકિબ અલ હસન, અનુકુલ રાય, વેંકટેશ ઐયર, શેરફેન રધરફર્ડ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, કેએસ ભરત, ફિલ સોલ્ટ, ફિલ સોલ્ટ, , વૈભવ અરોરા, ચેતન સાકરિયા, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી, મિશેલ સ્ટાર્ક, મુજીબ ઉર રહેમાન, હર્ષિત રાણા, સુયશ શર્મા, શ્રેયસ અય્યર (કેપ્ટન) ખેલાડીઓ છે.
RCBની ટીમ
ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર મોહમ્મદ વિષાક, મયંક ડાગર, વિજયકુમાર વિશાલ , રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર આ ખેલાડીઓનો સમાવેશ થાય છે.