November 25, 2024

RBI એક્શન મોડમાં, Punjab National Bank પર મોટી કાર્યવાહી

RBI Action: ભારતીય રિઝર્વ બેંકે આ મહિને વધુ એક બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. જેની અસર ગ્રાહકોને ચોક્કસ પડશે. પંજાબ નેશનલ બેંકને નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી સેન્ટ્રલ બેંકે એક પ્રેસ રિલીઝ આપી હતી. તમને જણાવી દઈએ કે જો સૂચનાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો રિઝર્વ બેંક મોટાભાગે મોટી કાર્યવાહી કરે છે. જુલાઈમાં અત્યાર સુધીમાં આરબીઆઈએ 4 બેંકો પર દંડ ફટકાર્યો છે.

નિયમોનું ઉલ્લંઘન કર્યું
પંજાબ નેશનલ બેંકે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે રિઝર્વ બેંક કાર્યવાહી કરી છે. PNB પર KYC અને લોન-એડવાન્સ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. આ બદલ પંજાબ નેશનલ બેંકને નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે. 1 કરોડ 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A(1), 46(4)(i) અને 51(1)ની સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવી છે.

આ પણ વાંચો: મોંઘા ટેરિફ પ્લાનથી બચવા રિચાર્જ માટેના છેલ્લા 2 દિવસ, Jio સિવાયનું પણ રિચાર્જ મોંઘું

આ બેંકનું લાઇસન્સ રદ
આરબીઆઈએ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મદ્દુર ખાતે સ્થિત શિમશા કો-ઓપરેટિવ બેંક નિયામિથાનું લાઇસન્સ રદ કરી દીધું છે. 5 જુલાઈએ બેંકિંગ વ્યવસાય બંધ રાખવાનો આદેશ પણ જારી કરી દીધો હતો. જેના કારણે બેંક ન તો ગ્રાહકો પાસેથી થાપણો સ્વીકારી શકશે કે ન તો થાપણો પરત ચૂકવી શકશે. આરબીઆઈએ આ વિશે કહ્યું કે “બેંક ચાલુ રાખવાથી થાપણદારોના હિતોને નુકસાન થાય છે. જો બેંકને બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી અપાશે તો જાહેર હિત પર તેની વિપરીત અસર પડશે.