December 19, 2024

ગોલ્ડ લોનમાં થતી છેતરપિંડી પર RBIની નજર, બેંકો પાસે માંગ્યા ડેટા

Gold loan: પેટીએમ અને IIFL પર એક્શન લીધા બાદ રિઝર્વ બેંકે નિયમો વધારે કડક કરી નાખ્યા છે. RBIએ ગોલ્ડ લોનના મામલમાં થતી છેતરપિંડીને લઈને કડક વલણ અપનાવ્યું છે. તે માટે રિઝર્વ બેંક બધી જ બેંકમાં ગોલ્ડ લોનમાં થતી છેંતરપિંડી મામલે જાણકારી માંગી છે. મહત્વનું છેકે, ગોલ્ડ લોન સરળતાથી મળતી લોન છે. એામાં ઘણા લોકો તેનું રિપેમેન્ટ નથી કરતા. જેના કારણે બેંકને મોટું નુકસાન થાય છે. હવે આજ ગોલ્ડ લોન છેતરપિંડી મામલાને લઈને RBIના બેંકના રિપોર્ટમાં કરવામાં આવેલા ફ્રોડ, પોર્ટફોલિયોમાં ડિફોલ્ટ અને પૈસા રિકવર કરવાનો પ્રયત્નોની જાણકારી આપવાનું કર્યું છે.

ગોલ્ડ લોનની છેતરપિંડીના કિસ્સાઓ કેમ બની રહ્યા છે?
RBIને આશંકા છે કે ગોલ્ડ લોનના મામલામાં બેંક કર્મચારીઓ સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યા છે. આવા કેટલાક કિસ્સાઓ પહેલા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તાજેતરમાં બે સરકારી બેંકો સાથે સંબંધિત આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં બેંક કર્મચારીઓએ ગોલ્ડ લોનના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સિસ્ટમ સાથે છેડછાડ કરી હતી. બંને કિસ્સાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે બેંકો પાસેથી ડેટા માંગ્યા છે.

ETના રિપોર્ટ અનુસાર, ગોલ્ડ લોન સંબંધિત માહિતી માંગવા સિવાય રિઝર્વ બેન્કે બેન્કોને અન્ય સૂચનાઓ પણ આપી છે. બેંકોને તેમની લોન આપવાની પ્રક્રિયાની સમીક્ષા કરવા પણ કહેવામાં આવ્યું છે. જેથી એ જાણી શકાય કે બેંકોની લોન આપવાની પ્રક્રિયા રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર છે કે નહીં.

શા માટે ડેટા માંગ્યો?
રિઝર્વ બેંક પણ ગોલ્ડ લોનના ડેટાને પોતાની જાતે એક્સેસ કરી શકે છે. 5 કરોડથી વધુની લોન માટેનો ડેટા સેન્ટ્રલ રિપોઝીટરી ઑફ ઇન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટમાંથી ઉપલબ્ધ થશે, જ્યારે નાની લોન વિશેની માહિતી CIBIL જેવા ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા પૂરી પાડવામાં આવશે. જો કે, તે પછી પણ રિઝર્વ બેંકે બેંકોને ડેટા પ્રદાન કરવા કહ્યું છે, કારણ કે તે મોટી લોનમાં છેતરપિંડીનું સ્વરૂપ જાણવા માંગે છે જે સેન્ટ્રલ રિપોઝીટરી અથવા CIBIL માં કેપ્ચર કરવામાં આવી નથી.

કેવી રીતે કરવામાં આવી છેતરપિંડી?
તાજેતરમાં રિઝર્વ બેંકને કેટલીક બેંકોમાં ગોલ્ડ લોન ફ્રોડના કેસ અંગે વ્હિસલબ્લોઅર પાસેથી માહિતી મળી હતી. તે કિસ્સાઓમાં એવું નોંધવામાં આવ્યું છે કે બેંક કર્મચારીઓએ કેટલાક મૈત્રીપૂર્ણ ગ્રાહકો સાથે મીલીભગત કરી અને તેમને કોલેટરલ વગર ગોલ્ડ લોન આપી. જેનો અર્થ થાય છે કે, લોકોને સોનું ગીરવે રાખ્યા વિના ગોલ્ડ લોન આપવામાં આવી હતી. થોડા સમય પછી ગ્રાહકો પાસેથી સંપૂર્ણ ચુકવણી કરવામાં આવી હતી. આ કિસ્સાઓમાં કર્મચારીઓએ બેંકના જ ખર્ચ ખાતામાંથી લોન પ્રોસેસિંગ ફી ચૂકવી હતી, જ્યારે વ્યાજની ચુકવણીમાં સિસ્ટમ સાથે છેડછાડ કરી હતી. આ રીતે બેંક કર્મચારીઓએ ગોલ્ડ લોનનું લક્ષ્ય હાંસલ કર્યું.