January 24, 2025

ઓનલાઇન ટ્રાન્ઝેક્શમાં થશે મોટો ફેરફાર, RBI ગવર્નરની જાહેરાત

rbi big update online payment change method

ફાઇલ તસવીર

અમદાવાદઃ ડિજિટલ પેમેન્ટની પ્રકિયામાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટને વેરિફાઈ કરવા માટે એક નવી પદ્ધતિ પર કામ કરવાનું ચાલુ કર્યું છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ છે કે, હાલમાં એસએમએસ આધારિત ઓટીપીનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરવામાં આવે છે. પરંતુ પ્રિન્સિપલ બેઝ્ડ ઓથેન્ટિકેશનના ફ્રેમવર્ક પર કામ કરી રહ્યા છીએ. તેનાથી ગ્રાહકોના ટ્રાન્ઝેક્શનને આંતરિક સુરક્ષા મળશે.

આરબીઆઈ ગવર્નરે શું કહ્યું?
શક્તિકાંત દાસે કહ્યુ કે, છેલ્લા ઘણાં વર્ષોથી રિઝર્વ બેન્કના ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત કરવા માટે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન જેવી અલગ અલગ સિસ્ટમની શરૂઆત કરી. જો કે, એસએમએસ આધારિત ઓટીપી સિસ્ટમ બહુ લોકપ્રિય છે. તેનાથી ડિજિટલ પેમેન્ટ વેરિફિકેશન સહેલું થયું હતું. પરંતુ તેની સુરક્ષા વધારવા માટે પ્રિન્સિપલ બેઝ્ડ ઓથેન્ટિકેશન ફ્રેમવર્કનું પ્રપોઝલ છે. કેન્દ્રિય રિઝર્વ બેન્ક આ નવી વેરિફિકેશન સિસ્ટમ વિશે વિસ્તારપૂર્વક જણાવવા માટે અલગ અલગ નિર્દેશ જાહેર કરવાની યોજના બનાવશે. જોકે, તેની રૂપરેખા શું હશે તેના વિશે આરબીઆઈ ગવર્નરે વિસ્તારથી કંઈ જણાવ્યું નથી.

અત્યારે કઈ સિસ્ટમ છે?
હાલમાં જ્યારે તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો છો તો તેના વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મળે છે. તેને એક સમયમર્યાદામાં એન્ટર કર્યા પછી ટ્રાન્ઝેક્શન થાય છે. મોટાભાગે બેન્ક અને લેન્ડર ડિજિટલ પેમેન્ટ માટે એસએમએસ આધારિત ઓટીપી સિસ્ટમ પર ભરોસો રાખે છે. જો કે, રિઝર્વ બેન્ક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રમાણિત કરવા માટે એક નવી રૂપરેખાનો પ્રસ્તાવ મૂકશે.

ઇ-રુપિયાનું ઓફલાઇન ટ્રાન્ઝેક્શન
શક્તિકાંત દાસે જણાવ્યુ છે કે, કેન્દ્રિય બેન્ક ડિજિટલ મુદ્રા પાયલટ પરિયોજનામાં ઓફલાઇન ટ્રાન્ઝેક્શન શરુ કરવામાં આવશે. તેનો મતલબ એ છે કે, ડિજિટલ રૂપિયાના યુઝર્સ સીમિત ઇન્ટરનેટ ક્નેક્શનવાળા ક્ષેત્રમાં પણ ટ્રાન્ઝેક્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ ડિસેમ્બર 2022માં ખુદરા સીબીડીસીની પ્રાથમિક ધોરણે શરૂઆત કરી હતી. તેણે એક જ દિવસમાં 10 લાખ લેવડદેવડનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.